
ન્યૂયોર્ક સિવાય વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય રાવતાયત્ત કચેરી દ્વારા લિન્કન મેમોરિયલ ખાતે વિશાળ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું. અહીં ભારતીય મૂળના નાગરિકો અને સ્થાનિક અમેરિકનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો, જેમાં યોગના વૈશ્વિક સ્વીકૃતિના સ્પષ્ટ ચિહ્ન જોવા મળ્યા. ખાસ કરીને અનુપમ ખેર પણ આ દરમ્યાન હાજર રહ્યા હતા.

ભારતના અમેરિકા સ્થિત રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ યોગ દિવસની 11મી વર્ષગાંઠ નિમિત્તે લોકોનું સ્વાગત કરતા કહ્યું કે, “આ યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિની ઊંડી પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે સૌ અહીં ભેગા થઈને યોગના આ ઉત્સવને આનંદપૂર્વક માણી રહ્યા છીએ.”

યોગ ગુરુ આચાર્ય ગોવિંદ બ્રહ્મચારીએ યોગની માત્ર શારીરિક દૃષ્ટિએ નહિ પણ આધ્યાત્મિક ઊંડાણ સાથે વ્યાખ્યા કરી. તેમણે જણાવ્યું કે યોગ માત્ર આસનો નહીં પણ જીવનની શાંતિ, એકાગ્રતા અને ભાવનાત્મક મુક્તિ તરફ દોરી જતું સંપૂર્ણ તંત્ર છે. ભાગ લેનાર ડૉ. સ્મિતા પટેલે પણ યોગના તંદુરસ્તી સંબંધિત લાભો રજુ કર્યા અને આજે પ્રસ્તુત થિમ "One Earth, One Health"ને ખૂબ સરાહનીય ગણાવી. (All Image - PTI)
Published On - 7:11 am, Sat, 21 June 25