
વર્ષ 2026 માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો IPO પણ એક મુખ્ય આકર્ષણ રહેશે. NSE એ SEBI ના બાકી રહેલા કેસોના સમાધાન માટે ₹1,300 કરોડ અલગ રાખ્યા છે. નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા પછી લિસ્ટિંગનો માર્ગ મોકળો થઈ શકે છે.

આ સિવાય PhonePe એ સેબીમાં તેની DRHP (Draft Red Herring Prospectus) ફાઇલ કરી દીધી છે અને તે $1.5 બિલિયન એકત્ર કરવા માંગે છે. Zepto તેના ડ્રાફ્ટ દસ્તાવેજને ફરીથી ફાઇલ કરી રહી છે અને ₹4,000-4,440 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સચિન બંસલ દ્વારા સ્થાપિત Navi Technologies નાણાકીય વર્ષ 2026 ના બીજા ભાગમાં લિસ્ટ થઈ શકે છે. પર્સનલ લોન, હોમ લોન અને વીમામાં ઝડપી વિસ્તરણ રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે.

વધુમાં OYO આશરે $800 મિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલ કંપની તેના પ્રદર્શનને સ્થિર કરવા અને નફો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. Flipkart પણ વર્ષ 2026 માં એક IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે, જે ભારતના ઈ-કોમર્સ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.

મોટી AMC કંપનીઓમાં SBI Mutual Fund આશરે $1.2 બિલિયનના IPO પર વિચાર કરી રહ્યું છે. ICICI Prudential AMC તેના પ્રસ્તાવિત IPO માટે ઈન્વેસ્ટર રોડ-શો શરૂ કરી ચુકી છે. Hero Fincorp ₹3,668 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાં ₹2,100 કરોડનો નવો ઇશ્યૂ પણ હોઈ શકે છે.
Published On - 8:35 pm, Fri, 21 November 25