
આ લોકો પ્રાચીન ભારતીય સાહિત્યમાં યદુવંશના પ્રમુખ અંગોના રૂપમાં વર્ણિત છે. યાદવ પ્રાચીન વૈદિક કાળના રાજા યયાતિના સૌથી મોટા પુત્ર હતા.

તેમના વંશજોને યાદવ કહેવામાં આવતા હતા. તેથી યાદવ અટકનો અર્થ યદુના વંશજો અથવા ભગવાન કૃષ્ણના વંશજો થાય છે.

યાદવોએ મહાભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી કૃષ્ણે પાંડવોનું માર્ગદર્શન કર્યું હતું . યાદવોએ ભારતના વિવિધ પ્રદેશોમાં શાસન કર્યું હતું.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં યાદવો મોટી સંખ્યામાં જોવા મળે છે.

પરંપરાગત રીતે યાદવ લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. તેથી તેમને આહીર પણ કહેવામાં આવે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 11:11 am, Tue, 26 August 25