
યૂરિન ઈન્ફેક્શન પુરુષોની તુલનામાં મહિલાઓને વધારે થાય છે. જો સમયસર ધ્યાન ન આપ્યું તો કેટલીક વખત સ્થિતિ ગંભીર બની જાય છે. મહિલાઓમાં યુટીઆઈ એટલે કે, યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન થવા પર ધ્યાન આપવામાં ન આવે તો. આ ઈન્ફેક્શન ગર્ભાશય સુધી પહોંચવાની શક્યતા વધી જાય છે.

જો યુટ્રસમાં ઈન્ફેક્શ થઈ જાય તો આનાથી પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે. તેમજ પ્રેગ્નન્સી કંસીવ કરવામાં પણ પરેશાની આવી શકે છે. આ સિવાય જે મહિલાઓ પ્રેગ્નન્સી ફેઝમાં છે. તેમણે ખાસ કરીને યુટીઆઈના લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

યુટીઆઈ જો ગંભીર સ્થિતિમાં પહોંચી જાય તો સેપ્સિસ પણ થઈ શકે છે. આ સિવાય કિડની સાથે જોડાયેલી પરેશાની પણ થઈ શકે છે. જે જીવલેણ છે. આ માટે યુટીઆઈ સાથે જોડાયેલા લક્ષણોને નજરઅંદાજ કરવો જોઈએ નહી. જો હળવા લક્ષણો હોય તો ખાવાપીવાની સાથે હાઈજીનનું ધ્યાન રાખવું. તેમ છતાં લક્ષણો છે તો ડોક્ટર પાસે જવું.

મહિલાઓમાં યુટીઆઈ થવાની વાત કરીએ તો પીરિયડ્સ દરમિયાન પેડ, ટેમ્પોનને સમયસર ન બદલવામાં આવે. વધારે ટાઈટ ઈનરવિયર પહેરવા અથવા પર્સનલ હાઈજીનનું ધ્યાન ન રાખવામાં આવે. લાંબા સમયસુધી ટોયલેટ ન જવું. પાણી ઓછું પીવું જેવા કારણો હોય શકે છે.

યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન થવા પર પેટના નીચેના ભાગમાં દુખાવો , પ્રાઈવેટ એરિયામાં દુખાવો, વારંવાર ટોયલેટ જવું અનુભવ થવો. ટોયલેટ જતી વખતે બળતરા અથવા દુખાવો , યુરિનમાં દુર્ગંધ આવવી. થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે.

યુરિન ઈન્ફેક્શનથી બચવા માટે દરરોજ ભરપુર માત્રામાં પાણી પીવાની સાથે ડેલી રુટિનમાં પર્સનલ હાઈજીનનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ પીરિયડ્સ દરમિયાન 5-6 કલાકમાં પેડ બદલવું જોઈએ. વધારે ટાઈટ ઈનર વિયર પહેરવા જોઈએ નહી.

યુરિન ઈન્ફેક્શનના લક્ષણો દેખાય તો. નારિયળ પાણી, તેમજ ડાયેટમાં જ્યુસનો સમાવેશ કરો. આ સિવાય દરરોજ દહીં ખાવું પણ ફાયદાકારક છે. તેમજ ચા-કોફી , ખાટા ફળો, તળેલા મસાલેદાર ફુડ, સોડા , કોલ્ડ ડ્રિંક જેવી વસ્તુઓના સેવનથી બચવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)