ઘરેણાં છોડો… ડિજિટલ સોનામાં ધડાધડ રોકાણ, મહિલાઓએ ગોલ્ડ ETF માં બનાવ્યો ‘મોટો રેકોર્ડ’

ભારતીય મહિલાઓ હવે માત્ર ઘરનું બજેટ સંભાળવામાં જ નહીં પરંતુ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પણ પુરુષોથી એક કદમ આગળ નીકળી રહી છે. AMFI-Crisil Factbook 2026 ના તાજેતરના અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાઓ હવે સોનું ખરીદવા માટે જૂની પદ્ધતિઓ કે ઘરેણાં પર નિર્ભર રહેવાને બદલે ડિજિટલ રોકાણ એટલે કે 'Gold ETF' તરફ ઝડપથી વળી રહી છે.

| Updated on: Aug 30, 2026 | 8:06 PM
1 / 7
આજકાલ મહિલાઓ પણ રોકાણના મામલે ઘણી આગળ વધી રહી છે. AMFI-Crisil Factbook 2026 ના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં મહિલાઓએ ગોલ્ડ ETF માં પોતાના નાણાં ઝડપથી રોક્યા છે. માર્ચ 2025 માં તેમના ઇન્ડેક્સ ફંડ અને ETF વાળા પોર્ટફોલિયોમાં ગોલ્ડ ETF નો હિસ્સો માત્ર 6.4% હતો, જે માર્ચ 2026 માં વધીને 16.4% થઈ ગયો. આમ જોવા જઈએ તો, માત્ર એક જ વર્ષમાં રોકાણ અઢી ગણું વધી ગયું છે. મહિલાઓ હવે સોનામાં રોકાણ કરવા માટે જૂની પદ્ધતિ (દાગીના ખરીદવા) ના બદલે નવી, સરળ અને ડિજિટલ રીત પસંદ કરી રહી છે.

2 / 7
પહેલા મહિલાઓના મોટાભાગના નાણાં ઇન્ડેક્સ ફંડ્સમાં જતા હતા, માર્ચ 2025 માં આ હિસ્સો 68% હતો. જો કે, એક વર્ષ પછી માર્ચ 2026 માં તે ઘટીને 51% રહી ગયો અને તે ઘટેલા હિસ્સાનો મોટો ભાગ ગોલ્ડ ETF માં જતો રહ્યો. સરળ રીતે સમજીએ તો, લોકોએ પોતાના નાણાં ઇન્ડેક્સ ફંડમાંથી હટાવીને સોના તરફ થોડા શિફ્ટ કર્યા.

3 / 7
રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ વધારો એ જ સમયે થયો જ્યારે સોનાના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો. એવામાં જેમ-જેમ સોનું મોંઘું થતું ગયું, તેમ-તેમ મહિલાઓનો તેમાં વિશ્વાસ પણ વધતો ગયો. જો કે, આ બાબત માત્ર મહિલાઓ પૂરતી સીમિત ન હતી. આખા દેશમાં જ લોકો સોના અને ચાંદીમાં નાણાં રોકી રહ્યા હતા. રિપોર્ટ જણાવે છે કે, વિશ્વભરમાં કરન્સીમાં અસ્થિરતા અને ઘણા દેશો વચ્ચેના તણાવના કારણે લોકો સુરક્ષિત ગણાતી ચીજોમાં નાણાં રોકવાનું પસંદ કરી રહ્યા હતા તેમજ સોનું હંમેશાથી આ યાદીમાં સૌથી ઉપર રહ્યું છે.

4 / 7
રિપોર્ટમાં બીજો એક રસપ્રદ ડેટા આપવામાં આવ્યો છે કે, આ વર્ષે ગોલ્ડ અને સિલ્વર ETF માં ઇક્વિટી ETF (એટલે કે શેરબજાર સાથે જોડાયેલા ETF) કરતાં પણ વધુ નાણાં આવ્યા. માત્ર ગોલ્ડ ETF માં 0.69 લાખ કરોડ રૂપિયા આવ્યા, જે છેલ્લા પાંચ વર્ષમાં આવેલા કુલ નાણાં કરતાં પણ બમણા છે.

5 / 7
ગોલ્ડ ઉપરાંત પણ મહિલાઓએ પોતાની રોકાણ કરવાની પદ્ધતિમાં ઘણા ફેરફારો કર્યા છે. પહેલાં તેઓ ઇક્વિટીમાં ઓછા નાણાં રોકતી હતી, વર્ષ 2021 માં ઇક્વિટીમાં માત્ર 49% હિસ્સો હતો. હવે વર્ષ 2026 માં તે વધીને 64% થઈ ગયો છે. એવામાં ડેટ (Debt) માં તેમના નાણાં ઘટી ગયા છે, જે 24% થી ઘટીને માત્ર 8% રહી ગયા છે.

6 / 7
SIP દ્વારા રોકાણ કરતી મહિલાઓની સંખ્યા પણ ઝડપથી વધી છે. વર્ષ 2021 માં તેમનું SIP રોકાણ 1.26 લાખ કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2026 માં વધીને 4.73 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. હવે મહિલાઓ પોતાના નાણાં લાંબા સમય સુધી રોકાયેલા પણ રાખી રહી છે. 5 વર્ષથી વધુ સમય સુધી નાણાં ટકાવી રાખનારી મહિલાઓનો હિસ્સો વર્ષ 2021 માં માત્ર 5% હતો, જે વર્ષ 2026 માં વધીને 24% થઈ ગયો.

7 / 7
કુલ મળીને વાત એ છે કે, મહિલાઓનો ગોલ્ડ ETF માં વિશ્વાસ બે કારણોસર વધ્યો છે. પહેલું તો સોનાની કિંમતો વધવાને કારણે અને બીજું વિશ્વભરમાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે લોકો સુરક્ષિત જગ્યાએ નાણાં રોકવા માંગતા હતા. આનાથી ખબર પડે છે કે, ભારતીય મહિલાઓ હવે વિચારી-સમજીને અલગ-અલગ રીતે પોતાના નાણાંનું રોકાણ કરી રહી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.