
ઓલિવ તેલ અથવા નાળિયેર તેલ : જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાઈ બની રહી છે તો તમે સ્નાન કર્યા પછી હળવા હાથે ઓલિવ તેલ અથવા નારિયેળ તેલ લગાવી શકો છો. આ ત્વચામાં ઊંડે સુધી જાય છે અને ત્વચાને નરમ અને હાઇડ્રેટેડ રાખે છે.

બોડી લોશન : બોડી લોશનનો ઉપયોગ ઠંડા હવામાનમાં પણ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. તે માત્ર ત્વચાને નરમ બનાવે છે, પરંતુ ઠંડીથી બચાવવામાં પણ મદદ કરે છે. તમારે એવા બોડી લોશન પસંદ કરવા જોઈએ, જેમાં વિટામિન ઈ અને અન્ય હાઈડ્રેટિંગ તત્વો હોય.

હાઇડ્રેટિંગ બોડી મિસ્ટ : હાઇડ્રેટિંગ બોડી મિસ્ટ અથવા સ્પ્રે ત્વચાને તાજગી આપે છે. તે ત્વચામાં ભેજ જાળવવામાં મદદ કરે છે. તેમાં પાણી અને હાયલ્યુરોનિક એસિડ જેવા તત્વો હોય છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તમે શિયાળામાં તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં પણ આનો સમાવેશ કરી શકો છો.

એલોવેરા જેલ : એલોવેરામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને હાઇડ્રેટિંગ ગુણ હોય છે. ત્વચાને ભેજ પ્રદાન કરવાની સાથે તે કોઈપણ બળતરા અથવા ખંજવાળને શાંત કરવામાં પણ મદદ કરે છે. જો ઠંડીમાં સ્નાન કર્યા પછી ત્વચા પર ખંજવાળ અથવા બળતરા થાય છે, તો એલોવેરા જેલનો ઉપયોગ કરો.

ફેસિયલ ઓઈલ (વિટામિન E અથવા જોજોબા તેલ) : ઠંડા હવામાનમાં ચહેરા અને શરીરની ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ચહેરાની ત્વચાને ભેજ અને હાઇડ્રેશનની જરૂર હોય છે. વિટામિન ઇ અથવા જોજોબા તેલથી હળવા મસાજ કરવાથી ચહેરાની ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ રહે છે.