
નાણા મંત્રાલયની વાત કરીએ તો, આ વિભાગ પણ ફરીથી નિર્મલા સિતારમણને આપવામાં આવ્યો છે. ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ ઉપરાંત BPCL, IOC, Hindustan Petroleumના શેરોમાં આવતીકાલે તેજી જોવા મળી શકે છે.

નીતિન ગડકરીને ફરીથી માર્ગ અને મકાન વિભાગ આપવામાં આવ્યું છે. ત્યારે IRB, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓ, સિમેન્ટ કંપનીઓ જેવી કે, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડાલ્મિયા સિમેન્ટના શેરોમાં ઉછાળો આવી શકે છે.

રેલવે મંત્રાલયની વાત કરીએ તો, આ વિભાગ ફરીથી અશ્વિની વૈષ્ણવને આપવામાં આવ્યો છે. ત્યારે આ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ જેવી કે, IRFC, IRCTC, RailTel ના શેરની કિંમતમાં આગામી સમયમાં તેજી જોવા મળી શકે છે. નોંધ : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.