શું Jio, Airtel અને Vodafoneને BSNL આપશે ટક્કર ? 5Gમાં પ્રવેશ કરવા માટે છે તૈયાર

|

Oct 15, 2024 | 7:59 AM

BSNL 5G : 9 મહિના પછી એટલે કે જૂન 2025માં સરકારી ટેલિકોમ કંપની BSNL 5Gમાં પ્રવેશ કરશે. જે બાદ ખાનગી ક્ષેત્રની ટેલિકોમ દિગ્ગજ કંપનીઓને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. BSNL 4G પર આવી ગયું છે અને 5G પર આવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.

1 / 6
દેશની ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓ ભલે 5G નેટવર્ક અપનાવીને ઘણી આગળ વધી ગઈ હોય, પરંતુ આવનારા મહિનાઓમાં ટેલિકોમ ઉદ્યોગની બાહુબલી આ કંપનીઓની હાલત ખરાબ કરવા માટે 5Gમાં પ્રવેશવા જઈ રહી છે. 9 મહિના પછી એટલે કે જૂન 2025માં સરકારી ટેલિકોમ કંપની BSNL 5Gમાં પ્રવેશ કરશે. જે બાદ ખાનગી ક્ષેત્રની ટેલિકોમ દિગ્ગજ કંપનીઓને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે.

2 / 6
BSNL 4G પર આવી ગયું છે અને 5G પર આવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર BSNLના ટાવર ઝડપથી લગાવવામાં આવી રહ્યા છે. જે પાછળથી 4G થી 5G માં ટ્રાન્સફર કરવાની ક્ષમતા ધરાવે છે. આવો અમે તમને એ પણ જણાવીએ કે દેશના ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે કેવા પ્રકારની માહિતી આપી છે.

3 / 6
BSNL 5G નેટવર્ક પર ક્યારે આવશે? : સરકારી ટેલિકોમ કંપની BSNL આવતા વર્ષે મે સુધીમાં એક લાખ બેઝ સ્ટેશન દ્વારા સ્વદેશી રીતે વિકસિત 4G ટેક્નોલોજી લાગુ કરવાનું કામ પૂર્ણ કરશે. સોમવારે આ માહિતી આપતાં કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ પછી કંપની જૂન 2025 સુધીમાં 5G નેટવર્ક પર જશે. તેમણે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં કહ્યું હતું કે, ભારતે 4Gમાં દુનિયાને ફોલો કરી છે. 5Gમાં દુનિયાને પકડી રહી છે અને 6G ટેક્નોલોજીમાં દુનિયાનું નેતૃત્વ કરશે. મંત્રીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ સ્પષ્ટ છે કે સરકારી કંપની અન્ય કોઈના સાધનોનો ઉપયોગ કરશે નહીં.

4 / 6
સિંધિયાએ કહ્યું કે, હવે અમારી પાસે એક મુખ્ય અને રેડિયો એક્સેસ નેટવર્ક છે, જે સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમારી પાસે આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં એક લાખ સાઇટ્સની યોજના છે. અમે ગઈકાલ સુધી 38,300 સાઈટ લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે અમે અમારું પોતાનું 4G નેટવર્ક શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે જૂન 2025 સુધીમાં 5G પર જશે. અમે આમ કરનારો વિશ્વનો છઠ્ઠો દેશ બનીશું.

5 / 6
BSNL સરકારી કંપની C-DOT અને સ્થાનિક IT કંપની TCSના સહયોગથી વિકસિત 4G ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. સિંધિયાએ કહ્યું કે ભારતે 22 મહિનામાં 4.5 લાખ ટાવર ઇન્સ્ટોલ કરીને વિશ્વમાં સૌથી ઝડપી 5G ટેકનોલોજીનો અમલ કર્યો અને આ સેવા દેશની 80 ટકા વસ્તી માટે ઉપલબ્ધ છે.

6 / 6
ખાનગી ટેલિકોમ કંપનીઓએ જુલાઈથી ટેરિફમાં વધારો કર્યો છે. ત્યારથી BSNLના યુઝર્સમાં વધારો થયો છે. ઘણા યુઝર્સ ખાનગી કંપનીઓ છોડીને BSNL તરફ આગળ વધી રહ્યા છે. આ રીતે ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે આ કોઈ ખતરાની ઘંટડીથી ઓછું નથી. સરકારી ટેલિકોમ કંપની આવતા વર્ષથી 5G પર શિફ્ટ થશે. તે પછી ખાનગી ટેલિકોમ કંપનીઓને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. તેનું સૌથી મોટું કારણ સસ્તી સેવા હશે. ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા જે સેવા મોંઘી કિંમતે પૂરી પાડવામાં આવી રહી છે, તેને બીએસએનએલ દ્વારા સસ્તામાં લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં દેશમાં ટેલિકોમ ઉદ્યોગમાં ફરી એકવાર પ્રાઇસ વોર શરૂ થશે. જેનો લાભ સામાન્ય યુઝર્સને મળશે.

Next Photo Gallery