Railway Knowledge : જાણો ટ્રેનની છત પરના આ ‘ગોળ ઢાંકણા’ મુસાફરોને કેવી રીતે સુરક્ષિત રાખે છે

|

Jun 14, 2023 | 1:31 PM

તમે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ટ્રેનના કોચ ઉપર લાગેલા નાના -નાના ઢાંકણાઓ તો જોયા જ હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો કે, આ કેમ લગાવવામાં આવે છે, તેનું કામ શું હોય છે.

1 / 5
ટ્રેનની છત પર રાઉન્ડ કવરનું કામ મુસાફરોની સુરક્ષા સાથે સંબંધિત છે. તેની ગેરહાજરીમાં મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો તેને શું કહેવાય છે અને તેનું કામ શું છે

2 / 5
ભારતીય રેલવમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરતા હોય છે.તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી હશે. આવી સ્થિતિમાં, તમે જોયું હશે કે ટ્રેનના તમામ કોચની ઉપર એક નાનું ઢાંકણું હોય છે. આ જોઈને તમે વિચાર્યું જ હશે કે આ ઢાંકણા જેવા કવર ટ્રેનના તમામ કોચમાં કેમ લગાવવામાં આવ્યા છે અને તેનું શું કામ છે? રેલવે દ્વારા આ કવર શા માટે લગાવવામાં આવે છે? આવો, આજે અમે તમને જણાવીશું કે રેલવે આ કવર શા માટે રાખે છે.

3 / 5
ટ્રેનના કોચ પર લગાવેલા આ ગોળ ઢાંકણાને રૂફ વેન્ટિલેટર કહેવામાં આવે છે. આ ખાસ પ્લેટો અથવા રાઉન્ડ કેપ્સ ટ્રેનની છત પર કોચમાંથી ગરમી દૂર કરવા માટે કરવામાં આવે છે, કારણ કે ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. તમે જોયું જ હશે કે કોચની અંદર એક જાળી પર લાગેલી હોય છે.

4 / 5
ટ્રેનમાં મુસાફરી કરતા સમયે તમે જોયું હશે કે. ટ્રેનની અંદર છત પર જાળીઓ લાગેલી હોય છે, કોઈ જગ્યાએ જાળીઓના સ્થાને કોચમાં ગોળ છીદ્ર હોય છે. આ જાળી ટ્રેનની ઉપર લાગેલી પ્લેટો સાથે કનેક્ટ હોય છે. તેના દ્વારા ટ્રેનની અંદરની હવા કે પછી ગરમી પસાર થાય છે કારણ કે, ગર્મ હવા હંમેશા ઉપર તરફ આવે છે, આ ગરમ હવા કોચની અંદર લગાવવામાં આવેલી જાળીઓ અને રુફ વેન્ટિલેટરના રસ્તા પરથી બહાર  થઈ જાય છે.

5 / 5
રુફ વેન્ટિલેટરની ઉપર ગોળ કે અન્ય આકારની પ્લેટ લગાવવામાં આવેલી હોય છે, જે તમને દુરથી  ટ્રેનની છત પર ગોળ ઢાંકણા જેવી લાગે છે. આ પ્લેટનો ઉપયોગ તે માટે કરવામાં આવે છે કે જેનાથી રુફ વેન્ટિલેટર કોચની અંદરની ગરમ હવા બહાર નીકાળે પરંતુ વરસાદ થવા પર પાણી કોચની અંદર પણ ન આવે.

Next Photo Gallery