
જો તમારી કારમાંથી વધારે માત્રામાં પાણી સાથે સફેદ ધુમાડો નીકળી રહ્યો હોય, તો આ સામાન્ય બાબત નથી, આ એન્જિનમાં ખામીના લક્ષણ હોઈ શકે છે. આવું થવું એ જણાવી શકે છે કે કારના પિસ્ટન રિંગ્સમાં ગડબડ છે, અથવા ઇંધણ યોગ્ય રીતે બળી રહ્યું નથી.

આવી સ્થિતિમાં કાર અચાનક બંધ પણ પડી શકે છે. જો તમને આવી લક્ષણો દેખાય, તો તરત જ કારને નજીકના સર્વિસ સેન્ટર પર લઈ જઈ તપાસ કરાવવી જોઈએ, જેથી મોટી ખામી ઊભી થાય એ પહેલાં તેનું નિદાન થઈ શકે.