ચીનમાં ટેસ્લા સહિત 9 કંપનીઓની 43 લાખ કાર રિકોલ, ફ્લશ ડોર હેન્ડલ પર 2027થી પ્રતિબંધ, ભારતમાં નિયમો સામે મોટા સવાલો

અકસ્માત સમયે કારના દરવાજા ન ખૂલવાની અને મુસાફરો ફસાઈ જવાની ઘટનાઓ બાદ ચીને ટેસ્લા સહિત 9 ઓટો કંપનીઓની 43 લાખ કાર રિકોલ કરાવી છે. 2027થી હિડન ડોર હેન્ડલ પર પ્રતિબંધ લાગશે.

| Updated on: Aug 23, 2026 | 5:29 PM
1 / 5
વિશ્વના સૌથી મોટા ઓટો માર્કેટ ચીનમાં ટેસ્લા સહિત 9 ઓટોમોબાઈલ કંપનીઓ અંદાજે 43 લાખ વાહનોને રિકોલ કરવા જઈ રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ ચીનના ઓટોમોબાઈલ ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું વાહન રિકોલ માનવામાં આવી રહ્યું છે. અકસ્માત કે ઈમરજન્સી પરિસ્થિતિમાં કારના દરવાજા સરળતાથી ન ખૂલવાના અને મુસાફરોના અંદર ફસાઈ જવાના જોખમને પગલે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ રિકોલ હેઠળ સોફ્ટવેર અપડેટ, વોર્નિંગ લેબલ્સ અને ડોર હેન્ડલની આસપાસ સ્પષ્ટ માર્કિંગ જેવા સુધારા કરવામાં આવશે.

2 / 5
ટેસ્લાના 29.8 લાખ વાહનો રિકોલ થશે: આ ઐતિહાસિક રિકોલમાં સૌથી મોટો હિસ્સો એલોન મસ્કની ટેસ્લાનો છે. કંપની ચીનમાં ઉત્પાદિત થયેલી તેમજ આયાત કરાયેલી અંદાજે 29.8 લાખ મોડેલ 3, મોડેલ વાય, મોડેલ એસ અને મોડેલ એક્સ કારોને 25 સપ્ટેમ્બરથી રિકોલ કરશે. ચીનના રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર, ગંભીર અકસ્માત અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેલ થવાની સ્થિતિમાં મેકેનિકલ ઈમરજન્સી ડોર-રિલીઝ હેન્ડલને ઓળખવું કે વાપરવું મુશ્કેલ બની જાય છે. ટેસ્લા આ કારોમાં વોર્નિંગ લેબલ લગાવશે તેમજ ઓવર-ધ-એર (OTA) સોફ્ટવેર અપડેટ દ્વારા અકસ્માત બાદ કારની બારીઓ આપમેળે નીચે થઈ જાય તેવી વ્યવસ્થા કરશે.

3 / 5
રિકોલમાં અન્ય કઈ કંપનીઓ સામેલ?: ટેસ્લા સિવાય શાઓમી (Xiaomi) અંદાજે 3.9 લાખ, લીપમોટર (Leapmotor) 3.71 લાખ અને એક્સપેંગ (Xpeng) 2.64 લાખ વાહનો રિકોલ કરશે. આ ઉપરાંત ગીલી હોલ્ડિંગ્સે પણ મોટા પાયે રિકોલની જાહેરાત કરી છે. તાજેતરમાં અકસ્માત બાદ વાહનોમાં આગ લાગવા અને મુસાફરો બહાર ન નીકળી શકવાના બનાવો સામે આવ્યા બાદ ચીનના નિયમનકારોએ સલામતીના નિયમો વધુ કડક બનાવ્યા છે.

4 / 5
2027થી હિડન ડોર હેન્ડલ્સ પર પ્રતિબંધ: ચીને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ પર મોનિટરિંગ વધારીને વર્ષ 2027થી ફ્લશ/હિડન ડોર હેન્ડલ્સની ડિઝાઇન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ ડિઝાઇનને મૂળ ટેસ્લાએ લોકપ્રિય બનાવી હતી અને બાદમાં અન્ય કંપનીઓએ અપનાવી હતી. અમેરિકાની ટ્રાફિક સેફ્ટી એજન્સી NHTSA પણ પાવર ફેલ્યોર વખતે મુસાફરો ફસાઈ જવાના જોખમને ધ્યાને રાખીને નવા સુરક્ષા માપદંડો પર વિચાર કરી રહી છે.

5 / 5
વિશ્વમાં કડકાઈ, તો ભારતમાં કેમ મૌન? જ્યારે વૈશ્વિક સ્તરે સુરક્ષાને લઈને આટલા મોટા અને કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે, ત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે ભારતીય બજારમાં દોડતી આધુનિક ગાડીઓ અને ઉત્પાદક કંપનીઓ સામે આવી સક્રિયતા કેમ જોવા મળતી નથી? ભારતમાં પણ અનેક પ્રીમિયમ અને ઇવી મોડેલ્સમાં આ પ્રકારના ઇલેક્ટ્રોનિક અને ફ્લશ હેન્ડલ્સ આવી રહ્યા છે. શું ભારતીય ગ્રાહકોની સુરક્ષા માટે કડક સુરક્ષા માપદંડો અને વાહન રિકોલ પોલિસીને વધુ કડક બનાવવાની જરૂર છે? આ બાબતે હજુ સુધી દેશમાં કોઈ નક્કર સત્તાવાર અપડેટ સામે આવ્યું નથી.

Follow Us
Loading...
Unable to load recommendations.