
લાલ કોચ રાજધાની ટ્રેનમાં લગાવવામાં આવે છે. આ કોચ હળવા છે, જેનાથી તે વધુ ઝડપે દોડી શકે છે. તેમાં ડિસ્ક બ્રેક પણ છે અને તેનું વજન અન્ય કોચ કરતા ઓછું છે.

તમે ઘણીવાર ટ્રેનોમાં લીલા રંગના કોચ જોયા હશે.આ ટ્રેનો પણ વધુ સ્પીડમાં દોડે છે. વિવિધ કોચના રંગો ટ્રેનની લાક્ષણિકતાઓ અને પ્રકાર દર્શાવે છે.

વાદળી કોચવાળી ટ્રેન સૌથી વધારે તમે જોઈ હશે. જેને ઈંટીગ્રેટેડ કોચ કહેવામા આવે છે. વાદીળી રંગની કોચની સ્પીડ 70 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની હોયછે. આ કોચને લોખંડની મદદથી બનાવવામાં આવે છે. આ સિવાય આ ટ્રેનમાં એરબ્રેક પણ લગાવેલી હોય છે. વાદળી કોચનો ઉપયોગ મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં કરવામાં આવે છે.