
વાસ્તુશાસ્ત્ર અનુસાર, અરીસો એટલી શક્તિશાળી વસ્તુ છે કે તે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જાને આકર્ષે છે. ( Credits: Getty Images )

તમે બેડરૂમમાં ગમે ત્યાં અરીસો મૂકી શકો છો, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડની સામે અરીસો ન મૂકવો જોઈએ. કારણ કે જો બેડની સામે જ અરીસો મૂકવામાં આવે તો સવારે ઉઠીને સૌથી પહેલા જે વસ્તુ તમને દેખાશે તે અશુભ છે. ( Credits: Getty Images )

એવું કહેવાય છે કે સવારે ઉઠતાની સાથે જ તમારે સૌથી પહેલા તમારા હથેળીમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.તેથી, પલંગની સામે અરીસો ન રાખો. આ ઉપરાંત, આવું કરવાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ( Credits: Getty Images )

જો સૂતી વખતે અરીસો તમારા ચહેરા તરફ ખુલ્લો હોય, તો તે તમારા શરીરમાંથી હકારાત્મક ઊર્જા શોષીને તમારા મનને ખલેલ પહોંચાડી શકે છે. આનાથી અનિદ્રા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ( Credits: Getty Images )

ખુલ્લા અરીસાથી તમારા સપનાઓ પર પણ ખરાબ અસર પડી શકે છે. ખરાબ સપના તમને આખી રાત સતાવી શકે છે. ( Credits: Getty Images )

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં મુકાયેલો અરીસો આર્થિક નુકસાનનો સંકેત છે. અરીસામાં રહેલી નકારાત્મક ઉર્જા તમારા કામને બગાડી શકે છે. ( Credits: Getty Images )

વાસ્તુ શાસ્ત્રમાં, ઉત્તર કે પૂર્વ દિશામાં અરીસો મૂકવો હંમેશા શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, ઘરની દિવાલ પર અરીસો લગાવતી વખતે ધ્યાનમાં રાખો કે અરીસો ફ્લોરથી લગભગ 4 થી 5 ફૂટ ઉપર રાખવો જોઈએ. ( Credits: Getty Images )

જો તમે તમારા ઘરમાં અરીસો લગાવવા માંગો છો, તો તેના માટે યોગ્ય દિશા પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અરીસો ક્યારેય ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન મૂકવો જોઈએ. નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિકઆસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ( Credits: Getty Images )
Published On - 2:29 pm, Thu, 13 February 25