જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ રદ થયા બાદ, કેન્દ્ર સરકાર, સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચર તંત્ર, પોલીસ વગેરેનું ધ્યાન કાશ્મીર ખીણ પ્રદેશ ઉપર સૌથી વધુ હતું. આ એવો વિસ્તાર છે કે, જમ્મુ કાશ્મીરને લગતા કોઈ પણ મુદ્દે હોબાળો મચી જાય છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન પ્રેરિત આતંકે જમ્મુના સુરક્ષિત વિસ્તારને નિશાને લીધુ છે.
સૈન્ય વાહન ઉપર જે રીતે ગોળીબાર થયો છે તે જોતા કહી શકાય કે હુમલાખોરો રસ્તાની ઉપર આવેલ પર્વતીય વિસ્તારમાંથી ગોળીબાર કર્યો હોઈ શકે છે.
5 / 5
સૈન્ય વાહનો પર હુમલાની જાણ થતા જ સુરક્ષા દળના અન્ય જવાનો પણ ત્વરીત ઘટનાસ્થળે પહોચી ગયા હતા. ઘટનાસ્થળની ચકાસણી કર્યા બાદ, સુરક્ષાદળના જવાનો પણ ગોળીબાર કરીને આતંકવાદીઓ ક્યા માર્ગે ભાગ્યા હોઈ શકે છે તેનુ પગેરુ મેળવીને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.