
માઇક્રોફાઇનાન્સ કંપની બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓને મદદરૂપ થવાનો છે. બીજું કે, અનન્યાને 'બેસ્ટ સ્ટાર્ટઅપ'નો ખિતાબ પણ મળેલો છે. આ સિવાય અનન્યા બિરલાએ પોતાની ઈ-કોમર્સ કંપની 'કયુરોકાર્ટ' પણ શરૂ કરી છે.

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલે અનન્યા બિરલા અને આર્યમાન બિરલાને તેના બોર્ડમાં દાખલ કર્યા છે અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. અનન્યા બિરલા પાસે અંદાજિત 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

કુમાર મંગલમ બિરલાની નેટવર્થ વિશે વાત કરીએ તો, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 અનુસાર, કુમાર મંગલમનું નામ 8મા સ્થાનેથી 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે અને તેમની સંપત્તિમાં 87 ટકાનો વધારો થયો છે. હુરુન ઈન્ડિયાની યાદી મુજબ, હવે તેમની સંપત્તિ વધીને 2 લાખ 35 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.
Published On - 4:43 pm, Fri, 18 April 25