New Year 2025 : ભારત, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, સીરિયા, દુબઈ સહીત સમગ્ર વિશ્વે આવકાર્યુ 2025નું નવુ વર્ષ, જુઓ ઉજવણીના અવનવા ફોટા

|

Jan 01, 2025 | 2:40 PM

ભારત સહીત પૂર્વના દેશોમાં નવું વર્ષ 2025 શરૂ થઈ ગયું છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં ડૂબી ગયુ છે. પંરપરાગત શહેરો, ધાર્મિક સ્થળોથી લઈને પ્રવાસન સ્થળો પર નવા વર્ષની ઉજવણીનો માહોલ છે. લોકો પોતપોતાની રીતે નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. ભારતની પહેલા પૂર્વમાં આવેલા નાના મોટા કુલ 41 દેશોમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. ચાલો જોઈએ તસવીરોજોઈએ કે દેશમાં ક્યાં અને કેવી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.

1 / 9
સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં આવેલ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા ખાતે નવુ વર્ષ 2025ને લેસર લાઈટથી આવકાર્યું હતું.

2 / 9
રિયો ડી જાનેરોના કોપાકાબાના બીચ પર નવા વર્ષને વધાવવા માટે આકાશમાં ફટાકડા ફોડવામા આવ્યા હતા. જ્યારે બીચ પર એક યુવતી આનંદીત થઈને નવા વર્ષને આવકારતી નજરે પડે છે.

3 / 9
લંડનમાં એલિઝાબેથ ટાવર કે જેને બીગબેન તરીકે ઓળખવામાં આવે છે તેને અનોખી રીતે શણગારવામાં આવ્યો છે જ્યારે લંડન આઈને રંગીન લાઈટથી શણગારીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

4 / 9
મલેશિયાના કુઆલાલંપુરના પેટ્રોનાસ ટ્વીન ટાવર પાસે હિજાબ પહેરેલી મહિલાએ નવા વર્ષની આતશબાજી નિહાળીને નવા વર્ષને આવકાર્યું હતું.

5 / 9
મુંબઈમાં પણ નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મુંબઈની ગગનચૂંબી ઈમારતોની વચ્ચે થઈ રહેલ આતશબાજીનો નજારો.

6 / 9
અમેરિકાના ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં એક યુગલ કિસ કરીને નવા વર્ષને આવકાર્યું હતું,

7 / 9
પાકિસ્તાનના લાહોરમાં પાકિસ્તાની મહિલાઓએ પણ  નવા વર્ષની ઉજવણી કરી હતી.

8 / 9
નવા વર્ષ દરમિયાન સિડની ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.

9 / 9
સીરિયાના દમાસ્કસમાં અસદ શાસનની હકાલપટ્ટી પછી સીરિયન લોકોએ આનંદ ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

Next Photo Gallery