
રાહુલ ભાટિયાના નેતૃત્વ હેઠળ, ઇન્ડિગોએ હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ, ટેકનોલોજી, એરલાઇન મેનેજમેન્ટ, એડવાન્સ્ડ પાયલોટ ટ્રેનિંગ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં તેની સર્વિસનો વિસ્તાર કર્યો છે.

BSE પ્રમોટર ડેટા અનુસાર, 5 ડિસેમ્બર, 2025 સુધીમાં રાહુલ ભાટિયા કંપનીમાં 0.01 ટકા હિસ્સો અથવા 40,000 શેર ધરાવે છે. ફોર્બ્સના ડેટા અનુસાર, 5 ડિસેમ્બર, 2025 સુધીમાં ભાટિયાની કુલ સંપત્તિ $8.1 બિલિયન હતી.

જો કે, ફ્લાઇટ રદ કરવાની કટોકટીને કારણે તેમની કુલ સંપત્તિમાં 1.02% અથવા $84 મિલિયનનો ઘટાડો થયો છે. વર્ષ 2019ના વિવાદ બાદ રાકેશ ગંગવાલે વર્ષ 2022માં બોર્ડમાંથી રાજીનામું આપી દીધું અને સતત તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. BSEના ડેટા અનુસાર, હાલમાં તેમની પાસે 4.53% હિસ્સો અથવા 1,75,30,493 શેર છે.

ઇન્ડિગોએ DGCA ને જણાવ્યું હતું કે, અપડેટેડ FDTL (Flight Duty Time limitations) નિયમોમાં ટેકનિકલ ખામીઓ, શિયાળાની સિઝનમાં સમયપત્રકમાં ફેરફાર અને એવિએશન સિસ્ટમમાં વધતી જતી ભીડ ઓપરેશનલ વિલંબના કારણો છે.
Published On - 5:37 pm, Mon, 8 December 25