23 મહિનાથી એકધારું ‘ગોલ્ડ મિશન’ ચાલુ… આખરે દુનિયાનું બધું સોનું ક્યાં જઈ રહ્યું છે? આંકડા જાણીને દંગ રહી જશો

દુનિયાભરની સેન્ટ્રલ બેંક અત્યારે અમેરિકી ડોલરનો સાથ છોડીને એક ખાસ રણનીતિ પર કામ કરી રહી છે. છેલ્લા 23 મહિનાથી સોનાની જે રીતે આક્રમક ખરીદી થઈ રહી છે, તેણે વર્ષ 1996 પછીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એવામાં સવાલ એ છે કે, સૌથી વધુ સોનું કોણ ખરીદી રહ્યું છે?

| Updated on: Apr 15, 2026 | 4:24 PM
1 / 5
દુનિયાભરની સેન્ટ્રલ બેંક સતત સોનાની ખરીદી (Gold Buying) કરી રહી છે અને આ સિલસિલો સતત 23 મહિનાથી અટક્યા વગર ચાલી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ગ્લોબલ સેન્ટ્રલ બેંકે કુલ 19 ટન સોનું પોતાના ભંડારમાં ઉમેર્યું હતું. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ખરીદી 25 ટન સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ ટ્રેન્ડ માત્ર સામાન્ય રોકાણ નથી પરંતુ વૈશ્વિક સ્તરે આર્થિક રણનીતિમાં મોટા ફેરફારનો સંકેત છે.

2 / 5
ફેબ્રુઆરીમાં સૌથી વધુ સોનું ખરીદનાર દેશ પોલેન્ડ રહ્યો હતો. પોલેન્ડની સેન્ટ્રલ બેંકે એકલા હાથે 20 ટન સોનું ખરીદ્યું, જેનાથી તેનો કુલ ભંડાર વધીને 570 ટન થઈ ગયો છે. હવે તેના વિદેશી મુદ્રા ભંડારનો લગભગ 31% હિસ્સો સોનામાં છે. આ ઉપરાંત ઉઝબેકિસ્તાને 8 ટન અને ચીને 1 ટન સોનું ખરીદ્યું હતું. જો કે, ચીનની ખરીદીનું પ્રમાણ ઓછું દેખાય છે પરંતુ આ સતત 16 મો મહિનો છે, જ્યારે તે સોનું ખરીદી રહ્યું છે. આ સાથે ચીનનો કુલ સોનાનો ભંડાર 2,308 ટન સુધી પહોંચી ગયો છે.

3 / 5
એવામાં જ્યાં એક તરફ મોટાભાગના દેશો સોનું ખરીદી રહ્યા છે, ત્યાં બીજી તરફ કેટલાક દેશોએ મજબૂરીમાં સોનું વેચવું પણ પડ્યું છે. ફેબ્રુઆરીમાં તુર્કી અને રશિયાએ અનુક્રમે 8 ટન અને 6 ટન સોનું વેચ્યું હતું. ખાસ કરીને તુર્કીએ માર્ચમાં આશરે 120 ટન સોનું વેચી દીધું. આ વેચાણ વિદેશી મુદ્રાની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવ્યું હતું, જેનું કારણ ઈરાન સાથે જોડાયેલું યુદ્ધ અને વધતું આર્થિક દબાણ છે. જો કે, આ વેચાણ છતાં વૈશ્વિક સ્તરે સોનાની માંગ મજબૂત બની રહી છે.

4 / 5
સતત સોનું ખરીદવાનો આ ટ્રેન્ડ એક મોટા ફેરફાર તરફ ઈશારો કરે છે. વર્ષ 2025 માં પ્રથમ વખત એવું બન્યું કે, વિશ્વની સેન્ટ્રલ બેંકો પાસે અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ કરતા વધુ સોનું થઈ ગયું. આ સ્થિતિ વર્ષ 1996 પછી પહેલીવાર જોવા મળી હતી. આનો અર્થ એ છે કે, મોટાભાગના દેશો હવે અમેરિકન ડોલર પરની નિર્ભરતા ઓછી કરવા માંગે છે અને પોતાના ભંડારને વધુ સુરક્ષિત બનાવવા માટે સોના તરફ વળી રહ્યા છે. 'Azuria Capital LLC' ના સ્થાપક અને CEO ઓટાવિયો કોસ્ટાના જણાવ્યા મુજબ, આ ફેરફાર ખૂબ મોટો હોઈ શકે છે. તેમણે આ સ્થિતિની સરખામણી વર્ષ 1970 ના દાયકા સાથે કરતા કહ્યું કે, આ વૈશ્વિક આર્થિક સંતુલનમાં એક ઐતિહાસિક બદલાવની શરૂઆત હોઈ શકે છે. તેમનું માનવું છે કે, આગામી સમયમાં આ ટ્રેન્ડ વધુ મજબૂત બની શકે છે.

5 / 5
સોનાના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં ભારે તેજી જોવા મળી છે. ગોલ્ડ સ્પોટ યુએસ ડોલરની કિંમતમાં લગભગ 53% નો વધારો થયો છે, જ્યારે છેલ્લા 6 મહિનામાં તે 18.6% વધ્યો છે. હાલમાં સોનાની કિંમત અંદાજે 4,712 ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે. નોંધનીય છે કે, તાજેતરમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ તેનો અગાઉનો રેકોર્ડ 5,595 ડોલર પ્રતિ ઔંસ રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, સેન્ટ્રલ બેંકોની સતત ખરીદી એ સ્પષ્ટ સંકેત આપે છે કે, સોનું આગામી સમયમાં પણ એક સુરક્ષિત રોકાણ બની રહેશે. ખાસ કરીને વૈશ્વિક અનિશ્ચિતતા, યુદ્ધ અને આર્થિક તણાવ વચ્ચે સોનાની માંગ અને કિંમતોમાં મજબૂતી જળવાઈ શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો માટે ગોલ્ડ અને તેને લગતા રોકાણના વિકલ્પો પર નજર રાખવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Follow Us