
શું તમે જાણો છો કે જો બેંક ખાતાધારક અને તેણે રાખેલા નોમિની (વારસદાર) બંનેનું અકાળે અવસાન થાય, તો ખાતામાં રહેલી કમાણીનું શું થાય છે? મોટાભાગના લોકો માને છે કે આ પૈસા સરકાર પાસે જાય છે, પણ સત્ય કંઈક અલગ જ છે.

સુપ્રીમ કોર્ટના 1984ના ઐતિહાસિક ચુકાદા મુજબ, નોમિની એ માત્ર એક 'ટ્રસ્ટી' છે, માલિક નહીં. જો નોમિની જીવિત ન હોય, તો કાયદેસરના વારસદારો (Legal Heirs) આ રકમ પર દાવો કરી શકે છે.

જો મૃતકે 'વસિયતનામું' (Will) બનાવ્યું હોય તો તેના આધારે, અન્યથા હિન્દુ સક્સેશન એક્ટ જેવા ધાર્મિક ઉત્તરાધિકાર કાયદા મુજબ પૈસાની વહેંચણી થાય છે. આ માટે 'સક્સેશન સર્ટિફિકેટ' સૌથી મહત્વનું હથિયાર બને છે.

જો ખાતા પર કોઈ દાવો ન કરે, તો 10 વર્ષ પછી RBI આ રકમને 'અનક્લેમ્ડ' જાહેર કરી DEAF ફંડમાં મોકલી દે છે. જોકે, સાચા વારસદારો પુરાવા આપીને ગમે ત્યારે આ પૈસા પાછા મેળવી શકે છે.

જોઈન્ટ એકાઉન્ટના કિસ્સામાં નિયમ થોડો રાહત આપનારો છે. જો એક વ્યક્તિનું મૃત્યુ થાય, તો બીજી વ્યક્તિ ડેથ સર્ટિફિકેટ જમા કરાવીને એકાઉન્ટ ચાલુ રાખી શકે છે અને તમામ રકમ પર તેનો જ હક રહે છે.