શિયાળામાં મોઢામાંથી શા માટે નિકળે છે વરાળ ? જાણો વૈજ્ઞાનિક કારણ

Winter Science Breath Vapor : શિયાળામાં શ્વાસ લેતી વખતે મોઢામાંથી સફેદ ધુમાડા જેવી વરાળ કેમ નીકળે છે? શું આ ખરેખર ધુમાડો છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?

| Updated on: Nov 29, 2026 | 9:14 AM
1 / 7
શિયાળાની ઠંડીમાં બહાર નીકળતી વખતે કે વાત કરતી વખતે આપણા મોઢામાંથી સફેદ ધુમાડા જેવું કંઈક નીકળતું જોવા મળે છે. પરંતુ શું આ ખરેખર ધુમાડો છે? હકીકતમાં, તેની પાછળ વિજ્ઞાનની એક રસપ્રદ પ્રક્રિયા રહેલી છે. જેને સંઘનન (Condensation) કહેવામાં આવે છે. (Image Source | iStock)

2 / 7
આપણા ફેફસાં અને શ્વાસનળીમાં હંમેશાં ભેજ રહેલો હોય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ, ત્યારે ગરમ હવાની સાથે પાણીની વરાળ પણ બહાર આવે છે. આ ગરમ અને ભેજવાળી હવા જ્યારે બહારની ઠંડી હવાના સંપર્કમાં આવે છે, ત્યારે તેનું તાપમાન ઘટે છે. (Image Source | iStock)

3 / 7
પરિણામે, હવામાં રહેલી પાણીની વરાળ સંઘનિત થઈને પાણીનાં અતિસૂક્ષ્મ ટીપાંમાં ફેરવાઈ જાય છે. આ નાનાં ટીપાં સફેદ ધુમ્મસ જેવા દેખાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો, આ સફેદ ધુમ્મસ ખરેખર ધુમાડો નથી. તે પાણીનાં અત્યંત સૂક્ષ્મ ટીપાંનું બનેલું હોય છે. (Image Source | iStock)

4 / 7
ઉનાળામાં બહારની હવાનું તાપમાન વધુ હોવાથી શ્વાસમાંથી બહાર આવતી ગરમ અને ભેજવાળી હવા ઝડપથી ઠંડી પડતી નથી. પરિણામે, પાણીનાં સૂક્ષ્મ ટીપાં બનતા નથી અને તેથી મોઢામાંથી નીકળતી વરાળ દેખાતી નથી. (Image Source | iStock)

5 / 7
જ્યારે શિયાળામાં બહારનું તાપમાન જેટલું ઓછું હોય, ત્યારે શ્વાસમાંથી નીકળતી ભેજનું સંઘનન વધુ ઝડપથી થાય છે અને સફેદ ધુમ્મસ વધુ સ્પષ્ટ દેખાય છે. (Image Source | iStock)

6 / 7
આમ, શિયાળામાં મોઢામાંથી નીકળતો સફેદ ધુમાડો ખરેખર ધુમાડો નથી, પરંતુ હવામાં રહેલા પાણીની વરાળ ઠંડી પડવાથી બનેલાં પાણીનાં અતિસૂક્ષ્મ ટીપાં છે. આ એક સંપૂર્ણપણે કુદરતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.