વરસાદની ઋતુમાં આ શાકભાજીથી રાખો પરહેજ, નહીં તો જલદી પડશો બીમાર

|

Jul 16, 2024 | 1:14 PM

Monsoon Care: વરસાદની ઋતુમાં તમારી પાચનતંત્રને મજબૂત રાખવા માટે જીવનશૈલીમાં કેટલાક બદલાવ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે આ ઋતુમાં કેટલાક લીલા શાકભાજી ખાવા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ ક્યા શાકભાજી ખાવા જોઈએ.

1 / 5
Veggies in Monsoon:વરસાદની સાથે ચોમાસાની ઋતુ પણ તમામ પ્રકારની બીમારીઓ લઈને આવે છે. આ ઋતુમાં શરદી, વાયરલ તાવ અને ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વરસાદની ઋતુમાં ચેપનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યને લઈને સાવચેતી રાખવી જરૂરી છે. માત્ર એ જ વસ્તુઓ ખાઓ જે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે.

2 / 5
વરસાદની ઋતુમાં કેપ્સીકમ ખાવાનું ટાળવું જોઈએ. કેપ્સિકમનો ઉપયોગ મોટાભાગે નૂડલ્સ અને સ્ટાર્ટરમાં થાય છે. પરંતુ આ વરસાદી મોસમમાં આ શાકભાજી સ્વાસ્થ્ય માટે સારું નથી. કેપ્સીકમની પ્રકૃતિ ઠંડી છે, તેનાથી પિત્ત દોષ વધી શકે છે. માટે વરસાદી  ઋતુમાં તેને ખાવાનું ટાળો.

3 / 5
વરસાદની ઋતુમાં પકોડા ખાવાનું સૌને મન થાય છે. આ સિઝનમાં મોટાભાગના લોકો ફ્લાવરના પકોડા અથવા પરાઠા ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેનું શાક પણ બનાવે છે. પરંતુ વરસાદની મોસમમાં આ શાકભાજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ વધે છે અને વાત દોષ પણ થઈ શકે છે.

4 / 5
પાલકમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ ચોમાસામાં તેને ખાવાનું ટાળવું જોઈએ. આ ખાવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ઈન્ફેક્શનનો ખતરો રહે છે. પાલક ખાવાથી વાત અને પિત્ત દોષ વધે છે. આવી સ્થિતિમાં, વરસાદની મોસમમાં તે વધુ પડતું ન ખાવું.

5 / 5
જો તમે વરસાદની ઋતુમાં કોબી ખાતા હોવ તો તેને ટાળો. વરસાદમાં કોબી ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. આ ઋતુમાં કોબીજમાં ઇયળ વધારે પ્રમાણમાં થતી હોય છે.

Next Photo Gallery