
કેટલીકવાર સ્કેમર્સ તમારા ફોનમાં કીબોર્ડ લોગર નામની માલવેર એપ ઇન્સ્ટોલ કરે છે. તે તમારા દરેક ટાઇપિંગને રેકોર્ડ કરે છે. આ જ કારણ છે કે ઘણી બેંક વેબસાઇટ્સ ઓન-સ્ક્રીન કીબોર્ડ પ્રદાન કરે છે જેથી લોગર તમારા ટાઇપિંગને પકડી ન શકે. આ રીતે, તમારા બેંક પાસવર્ડ, સોશિયલ મીડિયા પાસવર્ડ પણ ચોરી શકાય છે.

જ્યારે છેતરપિંડી કરનાર તમારી બધી માહિતી મેળવી લે છે, ત્યારે તે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે, અનધિકૃત વ્યવહારો કરે છે અને તમારી ઓળખનો ઉપયોગ કરીને અન્ય છેતરપિંડી પણ કરી શકે છે.

આવી સ્થિતિમાં, સાવચેત રહેવું જરૂરી છે કે તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે WhatsApp સ્ક્રીન મિરરિંગનો ઉપયોગ ન કરો. જો કોઈ વ્યક્તિ તમને Whatsapp પર સ્ક્રીન મિરરિંગ કરવાનું કહે છે. તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ઉપરાંત, તેની સાથે બેંક વિગતો વગેરે શેર કરશો નહીં. તેમજ તમે કોઈ જાહેર જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો આજુ બાજુ ધ્યાન રાખવું કે કોઈ તમારા મોબાઈલમાં જોઈ તો નથી રહ્યું ને