મોંઘવારીના માર વચ્ચે 20 વર્ષ પછી 1 કરોડની વેલ્યુ શું?

હાલના આ મોંઘવારીના સમયમાં આર્થિક રીતે પગભર થવું હોય તો ભવિષ્યનું વિચારવું જરૂરી છે. આજથી 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી મોંઘવારી સાતમા આસમાને હોઇ શકે છે.

| Updated on: May 18, 2025 | 4:49 PM
4 / 10
જો આ અંગે ગંભીરતાથી વિચારવામાં નહીં આવે તો ભવિષ્યમાં 1 કરોડ જેવી મોટી રકમ પણ આપણને ઓછી લાગશે. તો ચાલો ધારીએ કે, ફુગાવાનો સરેરાશ વાર્ષિક દર 5% છે. હવે આ હિસાબે જોઈએ તો, 20 વર્ષ પછી 1 કરોડ રૂપિયા અંદાજિત 37 લાખને બરાબર હશે.

5 / 10
માની લો કે, ફુગાવાનો સરેરાશ વાર્ષિક દર 6% હોય તો આ 1 કરોડની રકમ વધુ ઘટશે અને 31 લાખને બરાબર રહેશે. ટૂંકમાં કહીએ તો, આજે તમે જે વસ્તુ ₹1 કરોડમાં ખરીદી છે તેનો ભાવ 20 વર્ષ પછી ₹2.5 થી ₹3 કરોડ કે તેથી વધુનો થઈ શકે છે.

6 / 10
જો તમે આજે ભવિષ્ય માટે પૈસા બચાવી રહ્યા છો અને તે પૈસા ફક્ત બેંકના સેવિંગ એકાઉન્ટ, FD અથવા ઘરે રોકડ તરીકે રાખો છો, તો સાવધાન થઈ જજો. આવું કરવાથી તમે ભવિષ્યમાં ફુગાવા સામે મોટું નુકસાન ભોગવી શકો છો. આ વિકલ્પ થકી તમને જે વ્યાજ મળે છે તે મોંઘવારીના દરની તુલનાએ ઘણું ઓછું હોય છે.

7 / 10
ભવિષ્યમાં ફુગાવા સામે લડવા માટે તમારે એક યોગ્ય બજેટ બનાવવાની જરૂર છે. ભવિષ્યમાં તમને કેટલા પૈસાની જરૂર પડી શકે છે તે સમજવું જરૂરી છે. બાળકોના ખર્ચા, તેમના લગ્ન, તમારી નિવૃત્તિ અથવા બીજા કોઈપણ મોટા સપના જેવા કે ઘર ખરીદવું કે ગાડી ખરીદવી વગેરેને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવું જોઈએ.

8 / 10
સરળ શબ્દોમાં જોઈએ તો, જો તમને 20 વર્ષ પછી ₹1 કરોડની જરૂર હોય, તો તમારે ₹2.5 થી ₹3 કરોડ જેટલું ફંડ બચાવવું પડશે. જો તમને ભવિષ્યમાં ઘણા પૈસા જોઈતા હોય તો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે અને મોંઘવારીને માત આપવાનો બેસ્ટ વિકલ્પ છે.

9 / 10
ધ્યાનમાં રાખો કે, જો તમને સારા પૈસા જોઈતા હોય તો મ્યુચ્યુઅલ ફંડની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે સમજીએ તો, તમારે 20 વર્ષમાં ₹2.5 કરોડ જોઈએ છે અને તમને વાર્ષિક રિટર્ન 12% મળે છે, તો તમારે દર મહિને લગભગ ₹25,000ની SIP કરાવવી જોઈએ.

10 / 10
જે રીતે ફુગાવો વધી રહ્યો છે તે જોતાં લાગે છે કે ભવિષ્યમાં પૈસાનું મૂલ્ય ઘટશે. એવામાં 20 વર્ષ પછી 1 કરોડની વેલ્યુ 50 લાખ કે તેથી ઓછી થઈ શકે છે. તમે યોગ્ય યોજના અને SIP જેવા સ્માર્ટ રોકાણથી ફુગાવાને હરાવી શકો છો.

Published On - 4:23 pm, Sun, 18 May 25