
ફિલ્ડ માર્શલને આર્મી ચીફ તરફથી વધારાનો પગાર અને સુવિધાઓ મળતી નથી. એક અહેવાલ મુજબ, પાકિસ્તાની જનરલનો વર્તમાન પગાર આશરે 2.50 લાખ પાકિસ્તાની રૂપિયા છે. આનો અર્થ એ થયો કે અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ જેટલો જ પગાર મળશે. જો આપણે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો તે આશરે 75 હજાર રૂપિયા છે. આ ઉપરાંત, ફિલ્ડ માર્શલને તેમના મૃત્યુ સુધી એ જ સુવિધાઓ મળે છે જે કોઈપણ આર્મી ચીફને આપવામાં આવતી હોય છે.

ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા હતા, જેમણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનનો નાશ કર્યો હતો. તેમને 1 જાન્યુઆરી 1973 ના રોજ આ પદ આપવામાં આવ્યું હતું, તેમના પછીના વ્યક્તિ કેએમ કરિયપ્પા હતા, જેમને 15 જાન્યુઆરી 1986ના રોજ આ પદ પર બઢતી આપવામાં આવી હતી. ભારતમાં, ફિલ્ડ માર્શલનું ચિહ્ન સોનાની ટોચવાળી લાકડી છે, જેમાં રાષ્ટ્રીય પ્રતીક કમળના ફૂલ અને તલવારના ચિન્હનો સમાવેશ થાય છે.

પહેલા પાકિસ્તાનમાં અયુબ ખાન ફિલ્ડ માર્શલ બન્યા હતા, હવે આ સન્માન અસીમ મુનીરને આપવામાં આવ્યું છે. આ એક ફાઇવ-સ્ટાર રેન્ક છે જેને પાકિસ્તાની સેનાનો સર્વોચ્ચ રેન્ક માનવામાં આવે છે. અયુબ ખાનને પાકિસ્તાની લશ્કરી સરમુખત્યાર અને રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે જેમણે ૧૯૫૮ થી ૧૯૬૯ સુધી પાકિસ્તાનના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૫૮ સુધી પાકિસ્તાની સેનાના વડા પણ રહ્યા, ત્યારબાદ તેઓ બળવાનું નેતૃત્વ કરીને રાજકારણી તરીકે ઉભરી આવ્યા.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ઓપરેશન સિંદૂરમાં ભારતને આક્રમણ કરતા રોકી ના શકનાર અને 6 થી વધુ એરબેઝ તબાહ થઈ જવા છતા, પાકિસ્તાન તેમના ઓપરેશન બુન્યાન ઉન માર્સને સફળ ગણે છે. વિશ્વના અનેક સંરક્ષણ નિષ્ણાતોએ, ફિલ્ડ માર્શલની વાતને સરકાર અને આર્મી ઉપર પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવની ચાલ સ્વરૂપ ગણાવે છે.