
લાલ રંગનો કલર કોડનો મતલબ થાય છે તરત કાર્યવાહી કરો,આનો મતલબ હવામાનની સ્થિતિ અત્યંત ગંભીર છે. જે જીવન અને સંપત્તિ માટે ખતરો બની શકે છે. જેમાં પુર,વિજળીનો કાપ, વાહનવ્યવ્હાર બંધ તેમજ મોટું નુકસાન સામેલ થઈ શકે છે. આ કોડ સલાહ આપે છે કે, તરત સુરક્ષિત સ્થાન પર જાઓ, તેમજ જરુરી દિશા-નિર્દેશોનું પાલન કરો.

આઈએમડીના લીલા રંગના કોડનો મતલબ થાય છે બધું બરાબર છે. આ રંગ બતાવે છે કે, હવામાનની સ્થિતિ સામાન્ય છે. કોઈ પણ પ્રકારનો ખતરો નથી. આ કારણે કોઈ કાર્યવાહીની જરુરત નથી.

ઓરેન્જ રંગનો કલર કોડ અલર્ટ અત્યધિક ખરાબ હવામાનની ચેતવણી આપે છે. આ રંગ, રસ્તા,રેલવે અને હવાઈ માર્ગમાં કોઈ અવરોધ, વિજળીની જેવી સમસ્યાઓ માટે વ્યક્તિને પહેલાથઈ જ તૈયાર રહેવા માટે અલર્ટ રાખે છે. ઉદાહરણ માટે આવશ્યક સામાનનો સ્ટોક કરો અને પ્રવાસથી બચવાનું કહેવામાં આવે છે.