
ભારતીય રેલવેના નિયમો મુજબ જો તમારા બાળકોની ઉંમર 5 વર્ષથી 12 વર્ષ સુધી છે. અને તમારી સાથે મુસાફરી કરી રહ્યા છે. તો તમારે તેની અડધી ટિકિટ લેવાની રહેશે. પરંતુ યાદ રાખો કે, હાફ ટિકિટમાં બાળકોને બર્થ આપવામાં આવશે નહી. તેમણે તેના બાળકને તેની સાથે જ સીટ પર બેસાડવાનું રહેશે. જો તમે ઈચ્છો તો તમે બાળકની અલગથી સીટ મળે તે માટે તેની ફુલ ટિકિટ લઈ શકો છો.

ભલે તમારું બાળક તમારી સાથે મફતમાં મુસાફરી કરી શકે તેટલું નાનું હોય, જો તમે ઇચ્છો છો કે તેમને સંપૂર્ણ સીટ મળે, તો તમારે તેમના માટે સંપૂર્ણ ટિકિટ ખરીદવી પડશે, અથવા જો તમે પૈસા બચાવવા માંગતા હો, તો તમારે તેમને તમારી પોતાની સીટ પર બેસાડવી પડશે.

જો તમારા બાળકની ઉંમર 13 વર્ષથી ઉપર છે. તો તેના માટે તમારે ફુલ ટિકિટ લેવાની રહેશે. અડધી ટિકિટ લેવાનો નિયમ માત્ર 5 થી 12 વર્ષ સુધીના બાળક માટે જ છે. જો તમે પણ રેલવેના આ નિયમનો ફાયદો ઉઠાવવા માંગો છો. તો બાળક માટે ટિકિટ બુક કરાવતી વખતે તમારે તેનો બર્થ સર્ટિફિકેટ અને બીજા આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ એટલા માટે માંગવામાં આવે છે. કારણ કે, જેનાથી બાળકની ઉંમર લોકો છુપાવી ન શકે, અને નિયમનો ખોટો ફાયદો પણ ન ઉઠાવે.

જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી વધારે છે અને ટિકિટ લીધા વગર તમારી સાથે મુસાફરી કરવા માટે લઈ જઈ રહ્યા છો. અને જો ટિકિટ વગર તમે પકડાય જાવ છો તો તમારે દંડ પણ આપવો પડશે.જો તમારા બાળકની ઉંમર ભલે 4 વર્ષથી ઓછી છે પરંતુ તમારે આ પ્રુફ કરવા માટે તમારા બાળકોનું બર્થ સર્ટિફિકેટ જરુર રાખો. (PHOTO : Indian Railways)