
ખૂટી જશે પેટ્રોલ-ડીઝલ? પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારતીયોમાં ફાળ પડી છે, પણ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડરવાની જરૂર નથી. LPG અને પેટ્રોલિયમનું 'એડવાન્સ બુકિંગ' કરી લેવાયું છે અને સપ્લાય ચેઈન જાળવી રાખવા સરકારે અત્યારથી જ મોટા ઓર્ડર આપી દીધા છે.

બેઠકમાં ખુલાસો થયો કે વડાપ્રધાન મોદીએ સીધી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. ભારતનું વલણ સ્પષ્ટ છે - "અમને યુદ્ધ નથી જોઈતું." પરંતુ પડદા પાછળ ભારત પોતાના હિતો માટે વૈશ્વિક સ્તરે કેવી ગોઠવણ કરી રહ્યું છે તે જાણવું રસપ્રદ છે.

જ્યાં દુનિયાના અનેક દેશોના જહાજો ફસાયેલા છે, ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝના અત્યંત જોખમી રૂટ પરથી 4 ભારતીય જહાજો સહીસલામત નીકળી ગયા છે. શિપિંગ મંત્રાલયે ઈરાનથી આવતા કાર્ગો પર નજર રાખી છે અને ઘરેલું ગેસની અછત ન સર્જાય તે માટે 'વોર લેવલ' પર તૈયારીઓ ચાલી રહી છે.

બેઠકમાં ત્યારે ગરમાવો આવ્યો જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ ઈરાની નેતાની હત્યા પર શોક સંદેશમાં વિલંબ અંગે સવાલ ઉઠાવ્યો. વિદેશ સચિવે ખુલાસો કર્યો કે ઈરાની એમ્બેસી જ 4 દિવસ બંધ હતી! સાથે જ ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા પાછળનું 'પરમાણુ' કનેક્શન પણ બેઠકમાં ચર્ચાયું હતું.

શું ગેસના ભાવ વધશે? જનતાના ખિસ્સા પર યુદ્ધની શું અસર થશે તે અંગે સરકારે મોટું નિવેદન આપ્યું છે. અત્યાર સુધીમાં 4.25 લાખ લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે અને ઘરેલું ગેસના ભાવમાં કોઈ જ વધારો ન કરવાની ખાતરી આપી છે. જોકે, પડદા પાછળ બનેલી 7 હાઈ-લેવલ કમિટીઓ કંઈક મોટી તૈયારી કરી રહી હોવાના સંકેત છે.
Published On - 9:43 pm, Wed, 25 March 26