મધદરિયે ડૂબતાં માણસને બચાવી લેશે આ ખાસ વોટર ડ્રોન, પૂરમાં ફસાયેલા લોકો માટે વરદાન, જાણો કેવી રીતે કરે છે કામ

|

Aug 24, 2024 | 8:24 AM

ઇનોવેશનની દુનિયામાં દરરોજ કોઇને કોઇ નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, એશિયાની સૌથી મોટી આપત્તિ બચાવ તાલીમ સંસ્થા ઇન્ડિયન રેસ્ક્યુ એકેડમીએ ITUS વોટર ડ્રોન લોન્ચ કર્યું છે. આ વોટર ડ્રોનની પેલોડ ક્ષમતા 100 કિલોગ્રામ સુધીની છે, એટલે કે 100 કિલો સુધીના વજનવાળા વ્યક્તિને સરળતાથી બચાવી શકાય છે.

1 / 5
ઇનોવેશનની દુનિયામાં દરરોજ કોઇને કોઇ નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, એશિયાની સૌથી મોટી આપત્તિ બચાવ તાલીમ સંસ્થા ઇન્ડિયન રેસ્ક્યુ એકેડમીએ ITUS વોટર ડ્રોન લોન્ચ કર્યું છે. તેને ખાસ કરીને પૂર પ્રભાવિત વિસ્તારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

2 / 5
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન રેસ્ક્યુ એકેડમી વર્ષ 2013માં શરૂ થયેલી ITUS સ્પોર્ટ્સ એન્ડ સેફ્ટી પ્રાઈવેટ લિમિટેડની બ્રાન્ડ છે. ITUS વોટર ડ્રોન અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ કારણે, તે પૂર પ્રભાવિત વિસ્તારો માટે ખૂબ જ વિશેષ સંપત્તિ બની જાય છે.

3 / 5
આ વોટર ડ્રોન જાતે પાણીમાં જઈ લોકોને બચાવી શકે તેવી તેનામાં ક્ષમતા છે, આ ડ્રોન એવી ટેકનિક થી બનાવવામાં આવ્યું છે કે પૂરના પાણીમાં ઊંધું પડી જાય તો પણ તે જાતે જ સીધું થઈ જાય છે.

4 / 5
તે ઉચ્ચ કાર્યક્ષમતા જેટ પંપથી પાવર મેળવે છે. તેની સ્પીડ અને બહેતર પરફોર્મન્સને કારણે આ ડ્રોન જરૂરિયાતના સમયે લોકોને ઝડપથી મદદ કરે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સારી રીતે કામ કરી શકે છે. તે 1.25 મીટર ઊંચા દરિયાઈ મોજાનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.

5 / 5
આ વોટર ડ્રોનની પેલોડ ક્ષમતા 100 કિલોગ્રામ સુધીની છે, એટલે કે 100 કિલો સુધીના વજનવાળા વ્યક્તિને સરળતાથી બચાવી શકાય છે. આ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોમાં આવશ્યક સામગ્રી પણ સરળતાથી લઈ જઈ શકાશે. આટલું જ નહીં, તેની ટોપ સ્પીડ 20 નોટ્સ છે, જેના કારણે આ ડ્રોન ઝડપથી હેલ્પ પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે રિસ્પોન્સ ટાઈમ ઘટાડે છે.

Next Photo Gallery