International Tea Day : ચા પ્રેમીઓ માટે ચેતવણી ! જો આ 5 ભૂલો કરી તો હોસ્પિટલના ધક્કા ખાવા પડશે

ભારતમાં મોટાભાગના લોકોને 'ચા' મળે એટલે સમજવું કે તેમને ભગવાન મળી ગયા. સવારની શરૂઆત હોય કે પછી સાંજનો થાક હોય કોઈ પણ સંજોગમાં ભારતીયો ચા પીવાનું છોડતા નથી.

| Updated on: May 20, 2025 | 8:41 PM
4 / 7
વધુ પડતી ચા પીવી: ચાના શોખીનો દિવસમાં બે કે તેથી વધુ વાર ચા પીવે છે, તો તેનાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે. આનાથી પૂરતી ઊંઘ નથી આવતી તેમજ ગભરાટ અને થાક લાગી શકે છે. તેથી દિવસમાં 2 કપથી વધુ ચા ન પીવો અને મોડી રાત્રે તો ચા પીવાનું ટાળી જ દો.

5 / 7
ઉકળતી ચા પીવી: કેટલાક લોકો ચાને 10-15 મિનિટ સુધી ઉકાળે છે જેથી તેનો સ્વાદ વધે અને સારી સુગંધ આવે. જો કે, ખરી વાત તો એ છે કે આવું કરવાથી 'ચા'માં રહેલા ટેનીન અને કેફીનનું પ્રમાણ વધી જાય છે. આનાથી પાચનતંત્રને સીધી અસર થાય છે, આથી આવી સ્થિતિમાં 'ચા'ને વધુ ન ઉકાળો.

6 / 7
જમ્યા પછી તરત જ ચા પીવી: કેટલાક લોકોને જમ્યા પછી ચા પીવાની આદત હોય છે. જણાવી દઈએ કે, જમ્યા પછી તરત જ ચા પીવાથી ખોરાકમાં રહેલા આયર્ન અને પોષક તત્વોનું શોષણ ઓછું થઈ જાય છે. આથી જમ્યા પછી ચા પીવાનું ટાળવું જોઈએ. જો તમારે ચા પીવી હોય, તો જમ્યાના 30-45 મિનિટ પછી જ ચા પીવો.

7 / 7
વધુ પડતી ખાંડ નાખવી: કેટલાક લોકોને મીઠી ચા ખૂબ જ ગમે છે પરંતુ વધારે પડતી મીઠી ચા પીવાથી  બ્લડ સુગર, મોટાપા અને ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે. જો શક્ય હોય તો ચામાં ખાંડ ઓછી નાખો અથવા ગોળ અને મધનો ઉપયોગ કરો.