શું ‘પાલતુ પ્રાણી’ તમારી સાથે ફ્લાઇટમાં વિદેશ જઈ શકે? તેમના માટે પાસપોર્ટ-વિઝા કઢાવવા પડે? મહત્વના નિયમો જાણી લો

આજકાલ પાલતુ પ્રાણીઓ (જેમ કે કૂતરા અને બિલાડી) માત્ર ઘરની શોભા નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન બની ગયા છે. એવામાં જ્યારે પણ આપણે બહારગામ જવાનું કે વિદેશ યાત્રાનું આયોજન કરીએ છીએ, ત્યારે તેમને એકલા છોડીને જવું મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં ટ્રેન, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં તમારા પેટ્સને સલામત રીતે સાથે લઈ જવા માટે કયા નિયમો, દસ્તાવેજો અને એરલાઇન પોલિસીનું ધ્યાન રાખવું જરૂરી છે?

| Updated on: Aug 26, 2026 | 2:41 PM
1 / 7
ઘણા લોકો માટે કૂતરા અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓ ફક્ત પાલતુ નથી પરંતુ પરિવારનો એક ભાગ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે ક્યાંક ફરવા કે કામ અંગે બહાર જવાનું થાય, ત્યારે તેમને એકલા છોડવું મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે, ઘણા લોકો પોતાના પેટ્સને સાથે રાખીને મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે, ટ્રેન, ઘરેલું ફ્લાઇટ અને ખાસ કરીને વિદેશ યાત્રા દરમિયાન પાલતુ પ્રાણીઓ માટે અલગ-અલગ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

2 / 7
ભારતમાં પાલતુ પ્રાણીઓ સાથે ટ્રેન કે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી શકાય છે પરંતુ આ માટે રેલવે અને સંબંધિત એરલાઇનના નિયમોને પહેલેથી જ સમજવા જરૂરી છે. એરલાઇન્સમાં પાલતુ પ્રાણીના વજન, મુસાફરીની રીત, કન્ટેનર અને વધારાના ચાર્જને લઈને અલગ-અલગ શરતો હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં નાના પાલતુ પ્રાણીઓને કેબિનમાં લઈ જવાની મંજૂરી મળે છે, જ્યારે વધુ વજન ધરાવતા પ્રાણીઓને નિર્ધારિત નિયમો હેઠળ કાર્ગોમાં લઈ જવા પડી શકે છે.

3 / 7
જો તમે તમારા કૂતરા કે બિલાડીને વિદેશ લઈ જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ પ્રક્રિયા ઘરેલું મુસાફરીની સરખામણીમાં ઘણી વધુ જટિલ હોઈ શકે છે. સૌથી પહેલા તમે જે દેશમાં જઈ રહ્યા છો, ત્યાંના પાલતુ પશુ આયાત નિયમોની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. અલગ-અલગ દેશોમાં માઇક્રોચિપ, વેક્સિનેશન, હેલ્થ સર્ટિફિકેટ, રેબીઝ વેક્સિન, પરમિટ અને ક્વોરેન્ટાઇન સાથે જોડાયેલા અલગ-અલગ નિયમો હોઈ શકે છે.

4 / 7
પાલતુ પ્રાણીઓ માટે માણસો જેવી પાસપોર્ટ અને વિઝા સિસ્ટમ દરેક દેશમાં ફરજિયાત હોતી નથી. જો કે, આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ઘણા દેશોમાં પેટ્સની ઓળખ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા દસ્તાવેજો જરૂરી હોય છે. આમાં માઇક્રોચિપની માહિતી, વેક્સિનેશન રેકોર્ડ, હેલ્થ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો જોડાયેલા હોઈ શકે છે. કેટલાક દેશોમાં વિશેષ પરમિટ કે આયાત સંબંધિત દસ્તાવેજો પણ માંગવામાં આવી શકે છે. પાલતુ પ્રાણી તમારી સાથે એક બેગેજની જેમ જશે, જેના માટે તમારે પહેલાથી જ બીજા દેશ પાસેથી મંજૂરી લેવી પડશે. મંજૂરી મળવા પર તમને તે દેશ તરફથી એક સર્ટિફિકેટ મળશે, જે તમારા પેટને સાથે રાખવા માટે જરૂરી હશે.

5 / 7
વિદેશ યાત્રા પહેલાં માન્યતા પ્રાપ્ત પશુ ચિકિત્સક (વેટરનરી ડૉક્ટર) પાસે પાલતુ પ્રાણીની સ્વાસ્થ્ય તપાસ કરાવવી જરૂરી બની શકે છે. ઘણા દેશોમાં રેબીઝ વેક્સિનેશન અને અન્ય રસીઓનો માન્ય રેકોર્ડ માંગવામાં આવે છે. મુસાફરી પહેલા તમામ દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ જરૂરી કાગળની કમી હોવા પર પાલતુ પ્રાણીને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. એવામાં જો તમે તમારા પેટ્સ સાથે વિદેશ યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ટિકિટ બુક કરતા પહેલા એરલાઇન અને દેશના સત્તાવાર નિયમોની તપાસ જરૂર કરો. નિયમોની તૈયારી સમયસર કરવાથી મુસાફરી દરમિયાન થતી મુશ્કેલીઓથી બચી શકાય છે.

6 / 7
તમે પ્લેન દ્વારા તમારા પાલતુ કૂતરા-બિલાડીને લઈ જઈ શકો છો. જો કે, આ માટે તમારે નિયમોનું ધ્યાન રાખવું પડશે. એર ઇન્ડિયાની વેબસાઇટ પર ફ્લાઇટથી પાલતુ પ્રાણીઓને લઈ જવા સંબંધિત પોલિસી છે. જો તમે તમામ શરતો પૂરી કરો છો, તો તમે તમારા પપી કે કિટનને સાથે લઈ જઈ શકો છો. જો તમે દેશની અંદર જ એટલે કે એર ઇન્ડિયાની ઘરેલું ઉડાનમાં તમારા પાલતુ પ્રાણીને લઈ જવા માંગો છો, તો સૌથી પહેલાં તમારે સંબંધિત ફ્લાઇટના કમાન્ડરની પરમિશન લેવી પડશે. ત્યાર પછી જ તમે નાના અને ન કરડતા કૂતરા, બિલાડી કે પક્ષીને લઈ જઈ શકો છો.

7 / 7
શરત એ છે કે, તમારી પાસે તેના તમામ વેક્સિનેશન સર્ટિફિકેટ હોવા જોઈએ. જો તમે કેબિનમાં તમારા પેટ્સને લઈ જવા માંગો છો તો તમારે તેને એક કન્ટેનરમાં રાખવું પડશે. પેટનું કુલ વજન 5 કિલોથી વધુ ન હોવું જોઈએ. જો વજન વધુ હોય તો તેને કાર્ગો દ્વારા લઈ જવામાં આવશે, કેબિનમાં નહીં. એક ફ્લાઇટમાં એક સમયે મહત્તમ બે જ પાલતુ પ્રાણીઓ લઈ જવાની મંજૂરી આપવામા આવશે.

Follow Us
Loading...
Unable to load recommendations.