Vi ની મુશ્કેલીઓ વધી! કંપનીને ₹26.83 કરોડનો ભારે દંડ ફટકારવામાં આવ્યો, શું હવે માર્કેટ ખુલતા જ શેર તૂટશે?

દેવાના બોજ હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vi) પર ₹26.83 કરોડનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. Vi નો શેર છેલ્લા એક મહિનામાં 10 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. એવામાં આ નવા આંચકા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું માર્કેટ ખુલતા જ આની સીધી અસર Vi ના શેર પર જોવા મળશે?

| Updated on: Aug 01, 2026 | 7:23 PM
1 / 6
દેવાના બોજ હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (Vodafone Idea Limited) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કંપનીને હવે ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) તરફથી એક મોટો ઝાટકો લાગ્યો છે. દૂરસંચાર વિભાગે સ્પેક્ટ્રમ રોલઆઉટ શરતો પૂરી ન કરવા બદલ કંપની પર ₹26.83 કરોડનો દંડ (Liquidated Damages) ફટકાર્યો છે.

2 / 6
કંપનીને મળેલા ₹26.83 કરોડના દંડની નોટિસની અસર તેના શેર પર 3 August ના રોજ જોવા મળી શકે છે. શુક્રવારે તેના શેર 1.09% ના વધારા સાથે 13 રૂપિયા (Vi Share Price) ના સ્તર પર બંધ થયા હતા. બીજું કે, છેલ્લા એક મહિનામાં Vi ના શેર 10 ટકાથી વધુ તૂટી ચૂક્યા છે.

3 / 6
વોડાફોન આઈડિયા દ્વારા શેરબજાર (NSE અને BSE) ને આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નોટિસ વર્ષ 2022 માં થયેલી સ્પેક્ટ્રમ નીલામી (Spectrum Auction 2022) સાથે જોડાયેલી છે. કંપની પર આરોપ છે કે, તેણે નીલામીની શરતો હેઠળ નિર્ધારિત 'ન્યૂનતમ રોલઆઉટ શરતો' (Minimum Rollout Obligations) નું પાલન કર્યું નથી.

4 / 6
સરળ શબ્દોમાં કહીએ તો, સ્પેક્ટ્રમ ફાળવણી પછી કંપનીએ એક ચોક્કસ સમયમર્યાદામાં નેટવર્કનો વિસ્તાર કરવાનો હતો, જેમાં તે નિષ્ફળ રહી છે. આ ઉલ્લંઘનને કારણે દૂરસંચાર વિભાગે ₹26.83 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

5 / 6
વોડાફોન આઈડિયાને આ નોટિસ 31 જુલાઈ 2026 ના રોજ મળી હતી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, તે હાલમાં નોટિસની સમીક્ષા કરી રહી છે અને આ મામલે આગળના કાનૂની કે વહીવટી પગલાંનું મૂલ્યાંકન કરી રહી છે.

6 / 6
રાહતની વાત એ છે કે, કંપનીએ હાલમાં પોતાની કામગીરી (Operations) પર કોઈ મોટી નાણાકીય અસર થવાનો ઇનકાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નોટિસથી તેમના દૈનિક કામકાજ પર કોઈ અસર નહીં પડે.

Follow Us
Loading...
Unable to load recommendations.