
ઇંગ્લેન્ડનો મહત્વપૂર્ણ પ્રવાસ નજીક આવી રહ્યો હોવાથી બીસીસીઆઈએ તેમને આ અંગે પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. જોકે, તેમણે હજુ સુધી આ વિનંતીનો જવાબ આપ્યો નથી.

વિરાટ કોહલીનો આ નિર્ણય રોહિત શર્માએ થોડા દિવસ પહેલા ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ આવ્યો છે. અગાઉ, આ બંને ખેલાડીઓએ સાથે મળીને T20I ફોર્મેટને અલવિદા કહ્યું હતું. ભારતે 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી જ રોહિત અને વિરાટે T20I માંથી નિવૃત્તિની જાહેરાત કરી. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયા માટે આ એક મોટો ઝટકો હોઈ શકે છે.

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી 2011 માં શરૂ થઈ હતી. તેમણે અત્યાર સુધીમાં ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે.

ટેસ્ટમાં તેના નામે 31 અડધી સદી અને 30 સદી છે. વર્ષ 2014 માં, વિરાટ કોહલીને ટેસ્ટ ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટેસ્ટ ટીમનો રેકોર્ડ ઉત્તમ રહ્યો.

તેમણે ૨૦૧૪ થી ૨૦૨૨ સુધી કુલ ૬૮ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન, ભારતે ૪૦ ટેસ્ટ મેચ જીતી. આ ઉપરાંત, ૧૧ મેચ ડ્રો રહી હતી.