
કેટલાક પ્લોટ ત્રિકોણાકાર હોય છે. આ પ્રકારના પ્લોટ પર ઘર બનાવવું અશુભ માનવામાં આવે છે. ઘરમાલિકને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

ત્રિકોણાકાર પ્લોટ પર રહેવું જમીનમાલિક અથવા ઘરમાલિક માટે અશુભ માનવામાં આવે છે. ઘરમાલિકને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત સરકારનો ડર અને કાનૂની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આવા પ્લોટની એક બાજુની જમીન સામાન્ય રીતે નકશા મુજબ બંધબેસતી નથી.

ત્રિકોણાકાર જગ્યાનો ઉપયોગ શૌચાલય, બહારની દુકાન, પાણીની ટાંકી વગેરે બનાવવા માટે થાય છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી આવી જગ્યાઓ પર મકાન ખરીદવું ન જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.) All Pic- Freepik