
આપણી સનાતન પરંપરામાં રસોડુ એ માત્ર જમવાનું બનાવવાનું સ્થાન નથી, પરંતુ ઘરની ખુશીઓ માટે બકક્તનું કેન્દ્ર માનવામાં આવે છે. અક્સર તમે ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રસોઈમાં રોટલીઓ ગણીને ન બનાવવી જોઈએ. કેટલાક લોકો તેને માત્ર એક જુની વિચારસરણી કે અંધવિશ્વાસ માનીને ટાળી દે છે. પરંતુ કેટલાક લોકો તેને આજે પણ પુરેપુરી સભાનતા અને શિસ્તબદ્ધ રીતે પાળે છે.

પરંતુ શું જાણો છો કે ગણીને રોટલી બનાવવાની મનાઈ પાછળ મા્ર પૌરાણિક માન્યતા કે વાસ્તુ શાસ્ત્ર નથી. પરંતુ એક ઉંડો વ્યવહારિક અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો તર્ક પણ સમાયેલો છે. આવો જાણીએ કે રોટલી ગણીને બનાવવી તમારા સ્વાસ્થ્ય, સંબંધો અને ઘરની સમૃદ્ધિ ને કઈ રીતે પ્રભાવિત કરે છે.

બરકતની કમી: વાસ્તુના નિયમો અનુસાર, જ્યારે આપણે રોટલી ગણીને બનાવીએ છીએ તો આપણે અજાણતા જ આપણા ઘરની બરકતને સીમિત કરી દઈએ છીએ. ભોજનને મા અન્નપૂર્ણાનું રૂપ માનવામાં આવે છે. અને તેને માપવુ કે ગણવુ એ અન્નનો અનાદર માનવામાં આવે છે.

ગ્રહોનો પ્રભાવ: રાહુનો દોષ: રસોઈને મંગળનું સ્થાન માનવામાં આવે છે. માન્યતા છે કે ગણી ગમીને રોટલી બનાવવાથી કુંડલીમાં રાહુનો નકારાત્મક પ્રભાવ વધે છે, જેનાથી ઘરમાં માનસિક તણાવ અને કારણ વગરના ખર્ચ વધે છે.

મહેમાનનો સત્કાર: સનાતન પરંપરામાં અતિથિ દેવો ભવની ભાવના છે. જો રોટલી ગણીને બનાવવામાં આવે અને અચાનક કોઈ મહેમાન આવી ચડે છે તો તેને સન્માનપૂર્વક ભોજન નથી આપી શક્તા. જેનાથી બુધ અને ગુરુ ગ્રહ નબળા પડે છે.

વાસ્તુ અનુસાર કેટલી રોટલી બનાવવી? પહેલી રોટલી હંમેશા ગાય માટે બનાવવી જોઈએ, તેનાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે.

છેલ્લી રોટલી હંમેશા શ્વાન માટે બનાવવી જોઈએ, તેનાથી રાહુ, કેતુ અને શનિ શાંત રહે છે.

2-3 રોટલી વધારાની હંમશા બનાવવી જોઈએ જેથી કોઈ ભૂખ્યા જીવ, પક્ષી કે અચાનક આવેલા મહેમાન ખાલી હાથે પરત ન ફરે.