Vastu Tips : ટેરેસ ( ધાબા) પર ક્યાં રંગના પથ્થર લગાવવાથી થશે ફાયદો ? જુઓ તસવીરો

|

Dec 20, 2024 | 11:12 AM

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કઈ વસ્તુ ક્યાં મુકવી, ક્યાં રંગની વસ્તુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. તે અંગે માહિતી આપવામાં આવી છે. તો આજે આપણે જાણીશું કે ટેરેસ પર ક્યાં રંગના પથ્થર લાગવવા શુભ માનવામાં આવે છે.

1 / 5
જ્યોતિષમાં ઘરના ધાબાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ટેરેસ પર પથ્થર કે ટાઇલ્સ લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ બાબતોની અવગણના કરવામાં આવે તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષો ઉત્પન્ન થઈ શકે છે અને પ્રગતિના માર્ગમાં અનેક અવરોધો પણ આવી શકે છે.

2 / 5
સફેદ રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે જ સફેદ રંગ પ્રગતિનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં ઘરના ટેરેસ પર સફેદ રંગના પત્થરો અથવા સફેદ માર્બલ લગાવવા શુભ માનવામાં આવે છે.

3 / 5
વાસ્તુશાસ્ત્રમાં પાણીનો સંબંધ સફળતા સાથે છે.જેના પગલે તમે ધાબા પર વાદળી રંગના પથ્થર કે ટાઈલ્સ લગાવી શકો છે. આમ કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે.

4 / 5
ક્રીમ રંગ સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પીળો રંગ ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘરના ધાબા પર ક્રીમ અથવા પીળા રંગનો પથ્થર લગાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

5 / 5
તમારા ધાબા પર પથ્થર કે ટાઈલ્સ લગાવી નથી તો તમે વાસ્તુદોષ દૂર કરવા માટે નિયમિત ધાબા પર કપૂર સળગાવવુ જોઈએ. આ ઉપાય કરવાથી વાસ્તુની ખામી દૂર કરવામાં મદદ રુપ થાય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Image - Freepik )

Published On - 9:11 am, Fri, 20 December 24

Next Photo Gallery