
ફિલ્મના મુખ્ય પાત્રો માનતા હોય છે કે શરીરમાં નાનકડું આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસ વધુ આત્મવિશ્વાસી અને સર્જનાત્મક બની શકે. આ સિદ્ધાંત માનસશાસ્ત્રી ફિન સ્કોર્ડેરુડના અભ્યાસ પર આધારિત છે, જે જણાવે છે કે 0.05% બ્લડ આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસની કાર્યક્ષમતા વધે છે.

પોલીસ તપાસ દરમિયાન એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રક્ષિત ચૌરસિયા આ ફિલ્મથી પ્રભાવિત હતો. તેના મકાનમાં ‘Another Round’ નામની ફોટોફ્રેમનો અસ્તિત્વ એ દર્શાવે છે કે તે આ વિચારધારા સાથે સંકળાયેલો હતો.

આ અકસ્માતના અનુસંધાનમાં, રક્ષિતે નશાની હાલતમાં ‘Another Round’ શબ્દો કેમ બોલ્યા? તે વિષય પર તપાસ ચાલુ છે. જો કે, આ કેસ માત્ર એક અકસ્માત નથી, પણ નશાખોરી અને તેની ગંભીર અસરો અંગે ચેતવણી પણ છે.
Published On - 6:37 pm, Sun, 16 March 25