
મહારાણી રાધિકારાજે ગાયકવાડ પોતે પણ પત્રકાર રહી ચૂક્યા છે. તેમણે 2002 માં મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યા.

આ મહેલ ચાર માળનો છે અને લગભગ 700 એકરમાં ફેલાયેલો છે. મહેલની ચારે બાજુ સુંદર બગીચાઓ છે. આ બગીચાઓ પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી સર વિલિયમ ગોલ્ડરિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સામાન્ય લોકો પણ આ મહેલ જોઈ શકે છે. તમે ફક્ત 150 રૂપિયાની ટિકિટ ખરીદીને મહેલમાં પ્રવેશ કરી શકો છો.

અહીંના સંગ્રહાલયને જોવા માટે, 150 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે જ્યારે પણ મહારાજા આ મહેલમાં હોય છે, ત્યારે બહાર લાલ બત્તી ચાલુ રહે છે.
Published On - 4:18 pm, Thu, 27 February 25