
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે તેમના નિવેદનમાં કહ્યું કે સૌ પ્રથમ, હું મારા સ્વિસ યજમાનોનો આભાર માનું છું. સ્વિસ સરકારે અમને આ અદ્ભુત જગ્યા આપીને ઘણી મદદ કરી, અને મને લાગે છે કે તેનાથી વસ્તુઓ સરળ બની.

વધુમાં તેમણે કહ્યું, "મને એ જણાવતા આનંદ થાય છે કે અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેની અત્યંત મહત્વપૂર્ણ વેપાર વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જોકે અહેવાલો અનુસાર હવે આ સમગ્ર ડીલની વિગત પણ ટૂંક સમયમાં જાહેર થશે.