
કોઈને વારંવાર પેશાબ થતો હોય તો તે કિડનીના નુકસાનની નિશાની હોઈ શકે છે. મૂત્રાશય સંપૂર્ણપણે ખાલી થયું નથી તેવું લાગે છે. મહત્વનું છે કે વારંવાર પેશાબ કરવા પાછળ અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. જેથી ડૉક્ટરનો સંપર્ક કરવો આવી સ્થિતિમાં ખૂબ જરૂરી બની જાય છે.

જો પેશાબમાં ફીણ બની રહ્યા હોય, તો તે વ્યક્તિને કિડની સંબંધિત રોગની નિશાની હોઈ શકે છે. કિડની જ્યારે યોગ્ય કામ કરવાનું બંધ કરે છે ત્યારે પ્રોટીન પેશાબમાં લીક થવા લાગે છે.

પેશાબના રંગમાં ફેરફાર પણ કિડનીના નુકસાનના લક્ષણો માનવામાં આવે છે. જો તમારા પેશાબનો રંગ પીળો, બ્રાઉન કે ધૂંધરો હોય તો તમારે તેને અવગણવું જોઈએ નહીં. તમારે ડૉક્ટરની વિઝિટ લઈ જરૂરી સારવાર કરાવવી જરૂરી બની જાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકરી માટે છે. પેશાબમાં થતા ફેરફારો રૂટિનના આધારે પણ હોય શકે છે. દરેક વખતે કિડની સંબંધિત બીમારી હોવી જરૂરી નથી. જેથી કોઈ પણ રોગ માટે સૌ પ્રથમ તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. જરૂરી રિપોર્ટ બાદ જ નક્કી થાય છે કે કિડનીને લગતા કોય રોગ છે કે કેમ..
Published On - 5:10 pm, Sun, 10 March 24