મમતા મશીનરી લિમિટેડ : મમતા મશીનરી લિમિટેડનો IPO 19 ડિસેમ્બર 2024 થી 23 ડિસેમ્બર 2024 સુધી ખુલશે. આ IPOની લોટ સાઈઝ 61 શેર છે. ન્યૂનતમ રોકાણ ₹14,823.00 છે. IPOની કિંમત 230 થી 243 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPOનું કદ ₹179.39 કરોડ છે. આ માટે 7,382,340 શેર ઓફર કરવામાં આવશે. 2,571,569 શેર પબ્લિક ઈસ્યુ માટે આરક્ષિત છે. છૂટક રોકાણકારો માટે મહત્તમ શેર 793 છે અને મહત્તમ રકમ ₹192,699 છે. IPO 27 ડિસેમ્બર 2024 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.