
ફ્લાઈટમાં મુસાફરી કરતા પહેલા નિયમ જાણી લો. જો તમારું બાળક 2 વર્ષથી 12 વર્ષ સુધીનું છે. તો તેની ટિકિટ લેવી જરુરી છે.

જેનાથી સ્પષ્ટ છે કે, 2 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ટિકિટ લેવી જરુરી નથી. જો તમારા ઘરમાં પણ 2 વર્ષથી નાનું બાળક છે. તો કોઈ પણ ટેન્શન વગર દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.

જો તમારું બાળક 2 વર્ષથી નાનું છે તો તેની ટિકિટ તો લેવાની જરુર નથી. પરંતુ એક વાતનું જરુર ધ્યાન રાખો કે, તેના માટે તમને અલગથી ટિકિટ મળશે નહી.

બાળકોને તમારા ખોળામાં બેસાડવાનું રહેશે. જો તમે સફર કરવાની તૈયારીમાં છો. તો આ વાતનું ધ્યાન રાખો

અનેક વખત એવું સાંભળવામાં આવે છે કે, 5 વર્ષ સુધીના બાળકોની ટિકિટ ન લેવાના કારણે કેટલાક મુસાફરોને યાત્રા છોડવી પડે છે.

બેલ્જિયમના એક દંપતી સાથે આવું જ બન્યું હતું. જેમણે બાળકને અન્ય પરિવાર સાથે છોડી ફ્લાઈટમાં મુસાફરી કરવી પડી હતી.જો કે, જો આવું ટ્રેન કે બસમાં થાય છે, તો તમે તરત જ ટિકિટ બુક કરાવી શકો છો.

જો તમે છેલ્લી ઘડીએ તમારી ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરો છો, તો હવે તમારે ટિકિટ સંપૂર્ણ રકમ નહીં ગુમાવવી પડે. ભારત સરકાર એર ટિકિટમાં એક ખાસ "ટ્રાવેલ ઇન્શ્યોરન્સ" ઉમેરવાની યોજના બનાવી રહી છે. આ સુવિધા આગામી બે થી ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. આનાથી તમે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં તમારા ટિકિટ રિફંડના 80% સુધી મેળવી શકો છો.
Published On - 3:13 pm, Wed, 8 October 25