
નિર્મલા સીતારમણે નાણામંત્રી બન્યા પછી પહેલું બજેટ વર્ષ 2019માં રજૂ કર્યું હતું. ત્યારે તેને લાઈટ પિન્ક કલરની અને ગોલ્ડન કસબના તાર વાળી બોર્ડર કરેલી સાડી પહેરી હતી.

તેમને દેશનું બીજું બજેટ વર્ષ 2020માં જાહેર કર્યું હતું. ત્યારે તેમણે પીળા કલરની સિલ્કની સાડી પહેરી હતી.

નાણામંત્રી સીતારમણે ત્રીજું (વર્ષ-2021) બજેટ રજૂ કરતી વખતે ખાદી કોટન સાડી પહેરી હતી. તેની આ સાડીમાં વ્હાઈટ અને લાલ કલરનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.

નિર્મલા સીતારમણે ચોથું બજેટ (વર્ષ-2022) રજૂ કર્યું ત્યારે તેને કથ્થઈ અને ડાર્ક મરુન કલરની સાડી પહેરી હતી.

વર્ષ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે લાલ સાડી પહેરી હતી. સાડીમાં બ્લેક અને ગોલ્ડન કલરની બોર્ડરની સાથે ત્રિકોણ આકારની ભૌમિતિક ડિઝાઈન પણ જોવા મળી રહી છે.
Published On - 10:59 am, Sat, 1 February 25