
PMGSY માટે અંદાજપત્રીય ફાળવણી નાણાકીય વર્ષ 2023-24 માટે આશરે ₹19,000 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ ફાળવણી અને સુધારેલા અંદાજ સમાન હતી. યોજનાના પ્રથમ અને બીજા તબક્કા હેઠળ 7 લાખ કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે હાલમાં તેના ત્રીજા તબક્કામાં છે.

નાણામંત્રીએ જણાવ્યું કે, અમે રોડ કનેક્ટિવિટીને પણ સમર્થન આપશું. આ અંતર્ગત પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વે, બક્સર ભાગલપુર એક્સપ્રેસ વે, બોધગયા-રાજગીર વૈશાલી દરભંગા એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવશે. આ સિવાય બક્સરમાં ગંગા નદી પર બે લેનનો પુલ પણ બનાવવામાં આવશે. આ માટે 26000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્ર સરકારે કાશીની તર્જ પર બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિર કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે.