
Budget 2024 : મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ : સરકારે એમ પણ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ વધશે. આ સેક્ટરમાં લગભગ 30 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સાથે ઉમેદવારોને કુશળ બનાવવા નવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવશે અને જૂના અભ્યાસક્રમોમાં આજની જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવશે. આ ફેરફાર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરીને કરવામાં આવશે.

Nirmala Sitharaman : કાર્યક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધશે : નાણામંત્રીએ એમ પણ કહ્યું કે કાર્યસ્થળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઘણા પગલાં લેવામાં આવશે. જેમ કે કંપનીઓ સાથે કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ ખોલવામાં આવશે, ક્રૉચ બનાવવામાં આવશે અને એવી નોકરીઓ ક્રિએટ કરવામાં આવશે. જેમાં તેઓ મહત્તમ યોગદાન આપી શકે.