
વેપારીઓ કહે છે કે આ ફક્ત પૈસાનો મામલો નથી. આ આપણી સેના અને સરકાર સાથે એકતા દર્શાવવાની આપણી રીત છે. આ સાથે વેપારીઓએ તુર્કિયેના માર્બલનો વેપાર પણ બંધ કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે, આ એ તુર્કિયે છે. જ્યાં વર્ષ 2023માં ભૂંકપ આવ્યો હતો અને તબાહી મચી હતી. જેમાં હજારો લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભારતે તેને મદદ કરી હતી. ભારતે તુર્કિયે મદદ માટે અનાજ,મેડિકલ કિટ અને કપડાં મોકલ્યા હતા. તેના બદલામાં તુર્કિયેએ ભારતને દગો આપ્યો છે.

અહીં તુર્કિયે ભારતને ટેકો આપવો જોઈતો હતો પણ તેણે પાકિસ્તાનને ટેકો આપ્યો. એકંદરે, પાકિસ્તાનને ટેકો આપીને તુર્કિયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કિયેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.
Published On - 11:51 am, Thu, 15 May 25