ગણતંત્ર દિવસ પર ટ્રાય કરો આ ખાસ તિરંગા રંગની વાનગીઓ, જુઓ ફોટા
દેશભરમાં 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ત્યારે તમે ગણતંત્ર દિવસને ખાસ બનાવવા માટે તિરંગા રંગની આ ખાસ વાનગીઓ બનાવી શકો છો. જે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિને ખાવી ગમશે.
1 / 5
તિરંગા રંગના ઢોકળા પણ તમે બનાવી શકો છો. તેના માટે તમે ગાજર અને પાલકનો ઉપયોગ કરી શકો છો. એકદમ સ્પોન્જી ઢોકળા નાસ્તામાં બનાવી શકો છો.
2 / 5
તિરંગા ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ કેસરી રંગનું બેટર તૈયાર કરવા ગાજરની પ્યુરી ઉમેરી શકો છો. જેમાં લીલા રંગ માટે પાલકની પ્યુરી નાખી શકો છો. હવે સ્ટીમર પ્લેટને માખણથી ગ્રીસ કરીને અને દરેક રંગના બેટરને અલગ-અલગ સ્ટીમરમાં નાખીને ત્રિરંગા ઇડલી તૈયાર કરો.
3 / 5
26મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસે તમે ખાસ તિરંગા પરાઠા પણ બનાવી શકો છો. તેના માટે લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરીને કણક બાંધો. આવી જ રીતે કેસરી રંગ માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો.
4 / 5
તિરંગા સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ પર પહેલા ગાજર, કાકડી ગોઠવી દો. તેના પર તીખી ચટણી લગાવી દો. ત્યાર બાદ ફરી બ્રેડ પર લીલા મરચા અને ધાણાની ટચણી લગાવી અને તમે આ સેન્ડવિચ બનાવી શકો છો.
5 / 5
ગણતંત્ર દિવસે તમે તિરંગા પુલાવ બનાવી શકો છો. ચોખાને પાલકના રસ સાથે અને કેસર સાથે અલગ અલગ રાંધીને તૈયાર કરો. તમે ઈચ્છો તો કેસરી રંગનો ઉપયોગ કરી શકો છો.