ત્રિવેણી ટર્બાઇનના શેરમાં આવી તોફાની તેજી, ત્રીમાસીક પરિણામ બાદ સ્ટોક ખરીદવા માટે લાગી હોડ
Triveni Turbine shares: મંગળવારે 12મી નવેમ્બરે ત્રિવેણી ટર્બાઈનના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ વધારો કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત પરિણામો પછી આવ્યો છે, જેણે આ શેર તરફ રોકાણકારોનો રસ વધાર્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ત્રિવેણી ટર્બાઇનનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 42 ટકા વધીને રૂ. 91 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 64 કરોડની આસપાસ હતો.
1 / 6
Triveni Turbine shares: મંગળવારે 12મી નવેમ્બરે ત્રિવેણી ટર્બાઈનના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ વધારો કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત પરિણામો પછી આવ્યો છે, જેણે આ શેર તરફ રોકાણકારોનો રસ વધાર્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ત્રિવેણી ટર્બાઇનનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 42 ટકા વધીને રૂ. 91 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 64 કરોડ હતો.
2 / 6
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક વધીને રૂ. 520.7 કરોડ થઈ છે, જે એક ક્વાર્ટરમાં નોંધાયેલો તેનો સૌથી વધુ આંકડો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 402.3 કરોડ હતી. કંપનીએ કહ્યું કે વધુ સારા ઓર્ડર બુકિંગ અને વધુ નિકાસથી તેની આવક વધારવામાં મદદ મળી છે.
3 / 6
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું ઓર્ડર બુકિંગ વાર્ષિક ધોરણે 25 ટકા વધીને રૂ. 572 કરોડ થયું છે. આને નિકાસ ઓર્ડરમાં 50 ટકાના ઉછાળાથી મદદ મળી હતી, જે ત્રિમાસિક દરમિયાન રૂ. 304 કરોડ હતી. આ ઉપરાંત, કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 131 કરોડનો અત્યાર સુધીનો સૌથી વધુ EBITDA પણ રેકોર્ડ કર્યો છે. આના કારણે કંપનીનું EBITDA માર્જિન 3.20 ટકા વધીને 26.1 ટકા પર પહોંચી ગયું છે.
4 / 6
ત્રિવેણી ટર્બાઈને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,796 કરોડની રેકોર્ડ આઉટસ્ટેન્ડિંગ કેરી-ફોરવર્ડ ઓર્ડર બુક પણ નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 22 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
5 / 6
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવ એમ સાહનીએ જણાવ્યું હતું કે, “અમે તમામ ઓપરેટિંગ મોરચે વધુ એક મજબૂત પરિણામ આપ્યું છે, પછી તે આવક હોય, ચોખ્ખો નફો હોય કે ઓર્ડર બુકિંગ હોય, અમે સારી ગુણવત્તા અને ટકાઉ વીજ ઉત્પાદનની વધતી માંગને પ્રતિસાદ આપી રહ્યા છીએ આને ધ્યાનમાં રાખીને, કંપની એક મજબૂત R&D પ્રોગ્રામ પર કામ કરી રહી છે જેનો હેતુ ડિજીટલાઇઝેશન દ્વારા તેના ઉત્પાદન પોર્ટફોલિયોને વધારવા અને ઊર્જા સંક્રમણ અને સ્થિરતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવીન ઉકેલો વિકસાવવા માટે છે.
6 / 6
બપોરે 2.00 વાગ્યાની આસપાસ, BSE પર કંપનીનો શેર 30.25 (4.84%) ટકાના વધારા સાથે રૂ. 655.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં લગભગ 57.52 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેણે તેના રોકાણકારોને લગભગ 64 ટકા જેટલું મજબૂત વળતર આપ્યું છે.