
ફ્રેન્ચ પોલિનેશિયામાં સ્થિત બોરા બોરા બીચ પર પણ તમે વેલેન્ટાઈનની ઉજવણી કરી શકો છો. આ બીચ પર પાણી ખૂબ સ્વચ્છ છે. તમે પાણીની અંદર માછલીઓ અને પથ્થરો પણ જોઈ શકો છો. તેમજ ઓવરવોટર વિલામાં રાત વિતાવવી શકો છો.

પલાવન બીચ પણ એક સુંદર સ્થળ છે. પલાવાન બીચ આરામ, પ્રકૃતિની નજીક સમય વિતાવવો ગમે છે તેને આ બીચ વધારે પસંદ આવી શકે છે. અલ નિડો પલાવાનના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. તે તેના ચૂનાના પથ્થરોની ખડકો અને ગુપ્ત દરિયાકિનારા માટે જાણીતું છે.