
ત્રીજા દિવસે તમે મિનિકોય આઈલેન્ડની મુલાકાત લઈ શકો છો. તેમજ મિનિકોય આઈલેન્ડ પર લંચની મજા માણી શકો છો. ત્યારબાદ કાવરત્તી પર પાછા ફરી શકો છો. તેમજ સાંજના સમયે બીચ પર આરામ કરી શકો છો.

ચોથા દિવસે તમે લેઝર અને લોકલ એક્સપ્લોર કરી શકો છો. જ્યાં તમે અગાટી ટાપુ પર આવેલી સ્થાનિક સંસ્કૃતિને નિહાળી શકો છો. આ સાથે જ સ્થાનિક સંગ્રહાલયોની મુલાકાત લઈને સાંજે બીચ પર સૂર્યાસ્તનો નજારો જોઈ શકો છો.

તમે પાંચમાં ઈચ્છો તો અમદાવાદ પરત ફરી શકો છો. પરંતુ જો તમે વધારે રોકાવવા માગો છો તો તમે છઠ્ઠા દિવસે એન્ડ્રોટ આઇલેન્ડ જઈને તમે એક્ટિવીટી કરી શકો છો. તેમજ બીચ પર મજા માણી શકો છો.

તમે સાતમાં દિવસે એન્ડ્રોટ આઇલેન્ડની મુલાકાત લઈ શકો છો. સુંદર દરિયાકિનારા અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે ઓછા વેપારીકૃત ટાપુઓમાંથી એકની મુલાકાત લઈ શકો છો. તેમજ તમે ફિશીંગ કરી શકો છો.

તમે 5 દિવસના લક્ષદ્વીપના પ્રવાસે છો ત્યારે કરાવટ્ટી બીચ, સ્કુબા ડાઈવીંગ, Minicoy Island Tour,Agatti Islandની મુલાકાત લઈ શકો છો. જ્યારે તમે વધુ ત્રણ દિવસ રોકાવવા માગો છો તો Andrott Island અને Leisureની મુલાકાત લઈ શકો છો.