
દર વર્ષે 12 ઓગસ્ટના દિવસે વર્લ્ડ એલીફન્ટ ડેના રુપમાં મનવવામાં આવે છે. હાથીઓના સેફ્ટી અને તેની સંખ્યા વધારવાના ઉદ્દેશ્ય માટે આ ડેની શરુઆત કરવામાં આવી છે. તો ચાલો આજે આપણે જાણીએ ભારતમાં સૌથી વધારે હાથી ક્યાં જોવા મળે છે. અહી કેવી રીતે પહોંચવું.

દક્ષિણ ભારતમાં અનેક સુંદર નેશનલ પાર્ક છે. તેમાંથી એક નાગરહોલ પણ છે. આ મૈસુર અને કોડાગુ વચ્ચે ફેલાયેલ છે.

કહેવામાં આવે કે, અહી એશિયાઈ હાથીઓની સંખ્યા સૌથી વધારે છે. કર્ણાટક ટુરિઝમે આને દુનિયાના સૌથી મોટા એશિયાઈ હાથીના ઝુંડનો વિસ્તાર બતાવ્યો છે.

કાબિની વિસ્તાર પણ ફેમસ છે. આ રિઝર્વ પાર્કમાં ફરવાનો પ્લાન બનાવો તો કાબિની વિસ્તારમાં ફરો. ખાસ વાત એ છે કે, કાબિનીમાં જીપ અને બોટ સફારી બંનેનો આનંદ માણી શકો છે. નાગરહોલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સવારે અને સાંજે સફારી ચાલે છે.

મૈસરુની નાગરહોલથી અંતર 80 થી 90 કિલોમીટર છે. ટ્રેન કે ફ્લાઈટ દ્વારા મૈસુર પહોંચ્યા પછી અહીથી ટેક્સી કરી તમે નાગરહોલ પહોંચી શકો છો. બેંગ્લોરથી આ સ્થળ અંદાજે 240 કિલોમીટર દુર આવેલું છે.

અહી જવું ક્યારે બેસ્ટ રહેશે. નાગરહોલ જવા માટે બેસ્ટ સમય ઓક્ટોબર થી મે વચ્ચેનો છે. ચોમાસા પછી અહીનું વાતાવરણ સુંદર થઈ જાય છે. નેચરલી બ્યુટી બની રહે છે. આ નેશનલ પાર્કની આસપાસ રોકાવવાની અનેક ફેસિલિટી છે. અહી તમે જંગલ લોન્ઝ,રિસોર્ટ હોટલ અથવા હોમસ્ટેમાં રોકાય શકો છો.(all photo : canva)